Book Title: Navangi Vruttikar Abhaydevsuri
Author(s): Bechardas Jivraj Doshi
Publisher: Vadilal M Parekh

View full book text
Previous | Next

Page 15
________________ રમાં, કેડમાં, ઉજજડ ઘરમાં કે સ્મશાનમાં રહી પિતાની કઠોર સાધના કર્યા કરતા. આ તરફ લેકના સંસર્ગમાં રહીને બૌદ્ધધમ પિતાનું સ્વત્વ ગુમાવીને પણ જેટલે ફેલાયે જતું હતું એટલે જેનધર્મ ફેલાતે ન હતું. તે જોઈ ને ખેદ પામતા તે શ્રમણને જૈનધર્મને ફેલાવે કરવાના, તેને કાયમ માટે ટકાવી રાખવાના અને લેકેની વધારે સંખ્યાને જેનધમ પહોંચે એવું કરવાના કેડ જાગ્યા. એને સિદ્ધ કરવા એ ધુરંધર નિર્ચાએ ચંને વહીવટ પિતાના હાથમાં લીધે અને પિતાના પરિવારને ચેત્યેની રખેવાળીનું કામ સોંપ્યું. ચેના ગૌષ્ટીકે ચિત્યેનું દ્રવ્ય ખાઈ જતા, ચૈત્યેનાં ખેતરે તથા બાગબગીચાઓને ઉપગ એ ગૌખીકે પિતાના અંગત ઉપભેગ માટે કરતા તે બધું આ તપસ્વીઓએ અટકાવ્યું અને ચૈત્યમાં પૂજન દર્શન વંદન માટે આવનારી જનતાને તેઓ પોતાની ત્યાગપ્રધાન ઉપદેશધારા દ્વારા તરળ કરવા લાગ્યા. પણ ચેત્યોની આ સંપત્તિ સામે તેમને ત્યાગ વધારે વખત ન ટકી શક્યો અને એ નિગ્રંથનાં સંતાને પતે ગૌષ્ટીકેની પેઠે જ વર્તવા લાગ્યા, અને કાયમી ચૈત્યવાસી બની ત્યાં ચૈત્યમાં જ પડયાપાથર્યા રહેવા લાગ્યા. ચિત્યેની સંપત્તિને ઉપયોગ પોતે પોતાના ઉપભેગ માટે કરવા લાગ્યા. ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ નવસે વર્ષ પછી અર્થાત્ વિકમના પાંચમા સૈકામાં આ પરંપરાને જન્મ થઈ ગયે. આચાર્ય હરિભદ્ર પિતે રચેલા સંબધપ્રકરણમાં આ પરંપરાની જે ચર્ચા વર્ણવી છે તે વાંચતાં માલૂમ પડે છે કે ચૈત્યવાસી સાધુએ આચારમાં શિથિલ બન્યા હતા, મુનિધર્મના કઠેર આચારેને તેમણે તજી દીધા હતા, વેશ તે મુનિને તે પણ આચાર તે એક ન્યાયનિષ્ઠ ગૃહસ્થ કરતાંય ઊતરતે હતો. તેઓ પિતે અને પિતાના માણસે દ્વારા તમામ ને વહીવટ કરતા અને પિતાના આરામ માટે ચેત્યદ્રવ્યને સ્વછંદપણે ઉપયોગ કરતા. તેઓ બ્રહ્મચર્યમાં ઢીલા બન્યા, પરિગ્રહી અને વિલાસી પણ થઈ ગયા. ગુરુને વેશ અને તાબામાં સંપત્તિ એટલે પછી શી મણું રહે ? આ બધું પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36