Book Title: Navangi Vruttikar Abhaydevsuri Author(s): Bechardas Jivraj Doshi Publisher: Vadilal M Parekh View full book textPage 6
________________ એ ગુરુપરંપરામાં ગુરુનું નામ, ધર્મકુલ તરીકે ચાંદ્રકુલ, કઈ વૃત્તિ કયા ગામમાં કયે વર્ષે અને કયે સ્થાને રહીને કરી તે, રચેલી વૃત્તિનું કપરિમાણ, વૃત્તિ રચવામાં જેમણે જેમણે સહાયતા આપી હોય તેમનાં નામ તથા જેમણે પિતે કરેલી તમામ વૃત્તિ એને શેધી આપેલ છે એટલે તે તમામ વૃત્તિઓને આખેઆખી જોઈ તપાસીને તેમના ઉપર પ્રામાણ્યની મહોર કરી આપવા જેમણે સર્વથા નિસ્પૃહભાવે કેવળ મૃતભક્તિથી મહાપરિશ્રમ ઉઠાવેલ છે તેમની હકીકત-કૃતજ્ઞતાપૂર્વક નિર્દેશ-એ બધું તેઓએ લગભગ પ્રત્યેક વૃત્તિને છેડે નેંધેલ છે તથા એ સાથે સાથે તે તે વૃત્તિઓને રચવાનું પ્રજન–વિશિષ્ટ પ્રજન–વૃત્તિની આદિમાં કે અંતમાં વા કયાંક બને સ્થાને બતાવેલ છે. તેમણે કરેલે પ્રજનને આ નિર્દેશ જ તેમના સમયની પરિસ્થિતિ ઉપર ઘણે સારો પ્રકાશ પાડે છે. આ સિવાય તેઓ પિતાની મુનિવંશાવલી શરૂ કરતાં પહેલાં જ કેટલેક સ્થળે શ્રીમદ્દાવાદ નમઃ શ્રીàનાથાય નમઃા એ રીતે બને તીર્થનાયકને પણ સંભારતા રહ્યા છે. જોકે વૃત્તિઓના પ્રારંભમાં તે કેવળ શ્રીવર્ધમાન સ્વામિને નમસ્કાર કરવાનો નિર્દેશ છે અને અંતમાં તેઓ બને તીર્થનાયકને કયાંય ક્યાંય સંભારે છે તે પણ કઈ વિશિષ્ટ વૃત્તાંતનું સૂચક છે, જે વિશે આગળ કહેવામાં આવશે. પ્રજનના નિર્દેશમાં જે ઈતિહાસ છુપાયેલ છે તેને થે ઉલ્લેખ અહીં થઈ જાય તે અસ્થાને નથી. પ્રયેાજન બાબત લખતાં તેઓ જણાવે છે કે આગમાના અભ્યાસ-પરિશીલનને સંપ્રદાય ટકી શક્યો નથી, તે વિશેની તર્કદૃષ્ટિએ થતી ચર્ચા અટકી ગઈ છે, આગામેના મનન-ચિંતનની ચાલી આવતી પરંપરા વિસરાઈ ગઈ છે, આગમેની વાચનાઓનું પણ વૈવિધ્ય છે, આગમેની લખેલી પોથીઓ પણ અશુદ્ધ રીતે લખાયેલી ૨ જુઓ સ્થાનાંગવૃત્તિની પ્રશસ્તિઃ “લંકાયીનવા” યાદિ ક. 6] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36