Book Title: Namokar maha mantra
Author(s): Ratanchand Bharilla
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 7
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૩: પોતાની વાત શુદ્ધાતમ અરુ પંચ ગુરુ, જગમેં શરના દોય; મોહ ઉદય જિય કે વૃથા, આન કલ્પના હોય. અધ્યાત્મ જગતનાં ખ્યાતિ પ્રાપ્ત માનનીય વિદ્વાન પંડિત શ્રીજયચંદજી છાબડાએ ઉપરની પંકિતમાં કહ્યું છે કે સાચું સુખ પ્રાપ્ત કરવા માટે વિશ્વમાં બે જ શરણ છે. નિશ્ચયથી શુદ્ધાત્મા તથા વ્યવહારથી પંચ પરમેષ્ઠી. પરંતુ મોહી જીવ તેને તો જાણતો તથા ઓળખતો નથી. અને શરીર તથા સંયોગોની અનુકૂળતા ઉપરાંત ધન વૈભવની ઉપલબ્ધિમાં જ સુખ માને છે, એટલા માટે જ કોઇતો મણિ – મંત્ર - તંત્રની સાધના કરે છે, કોઇ દેવી દેવતાઓની આરાધના – ઉપાસના, કેમ કે તેઓતો એને જ સંયોગાની અનુકૂળતાનું સાધન સમજે છે. પરંતુ એવા જીવો તેમના લક્ષ્યથી ભ્રષ્ટ છે. જેવી રીતે શીલવતી સ્ત્રીનાં જીવનમાં બે જ સાચા સહારા છે એક પિતાનું ઘર તથા બીજું પતિનું ઘર. પરંતુ જે સ્ત્રી આ વાતની અવહેલના કરી બીજાનાં ઘરમાં રહે છે. તેને ભ્રષ્ટ થએલી જ જાણો. તે જ પ્રકારે ધર્માત્માઓને બે જ સાચા શરણ છે. શુદ્ધાત્મા તથા પંચ પરમેષ્ઠી. પરંતુ જે જીવ આની ઉપેક્ષા અથવા અવહેલના કરી લૌકિક કામનાઓ માટે અન્ય મણિ-મંત્રાદિની સાધના તથા દેવી દેવતાઓની ઉપાસનામાં જ રાચ્યા રહે છે. તેઓને પણ મોક્ષમાર્ગથી ભ્રષ્ટ જ જાણો. વાસ્તવમાં સાચુ શરણ “ધન” નથી “ધર્મ” છે. દેવી –દેવતા નહીં પરંતુ પંચ પરમેષ્ઠી છે. જે એમની શરણમાં જાય છે. તેને અન્ય કોઇનું શરણ શોધવું પડતું નથી. તે એટલો મહાન બની જાય છે કે દેવ દેવતાઓના સ્વામી સો સો ઇન્દ્રો પણ તેને નમન કરે છે. જ્યાં સુધી પૂર્ણતા પ્રાપ્ત ન થાય, ત્યાં સુધી સાતિશય પુણ્યોદયનાં ફળ સ્વરૂપ, આ બધી લૌકિક અનુકૂળતાઓ પણ તેને સહજ જ ઉપલબ્ધ થાય છે, પરંતુ ધર્માત્મા તેની અપેક્ષા રાખતા નથી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 84