Book Title: Namokar maha mantra Author(s): Ratanchand Bharilla Publisher: Todarmal Granthamala Jaipur View full book textPage 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૨ : સમજમાં આવતાં અંધશ્રદ્ધાનો અભાવ થઇ યથાર્થ શ્રદ્ધાભક્તિ નો ઉદ્દભવ તથા વિકાસ પણ થશે. આ પુસ્તકનો સદભાવ શરૂઆતમાં તો “જૈનપથ પ્રદર્શક” નાં સંપાદકીય લેખોના રૂપમાં થયો હતો, જે વાંચતા એવી લાગણી થઇ કે આ લેખોનું પ્રકાશન પુસ્તકનાં સ્વરૂપમાં પણ થવું જોઇએ, કેમ કે જનસાધારણ માટે અત્યંત ઉપયોગી છે. તે જ લેખોની આ સંશોધિત તથા સંવર્ધિત કૃતિ છે. “જૈનપથ પ્રદર્શક” માં જેઓએ આ ભાગોમાં વાંચી છે. તેઓ પણ ફરી વાંચે, જુદા જુદા ભાગોમાં વાંચવા કરતાં એક સાથે સમગ્રરૂપથી વાંચવાનો આનંદ કંઇ અલગ જ હોય છે. વળી આમાં - તો પરિવર્ધન પણ ઘણું થયું છે. સર્વાધિક ગૌરવની વાત એ છે કે આ પુસ્તકની હિન્દીમાં ત્રણ આવૃત્તિમાં કુલ ૧૮૬O૦ નકલ પ્રકાશિત થઇ ચુકી છે. એક વર્ષમાં અલ્પ સમયમાં આટલી મોટી સંખ્યામાં પ્રકાશન થવું તે જ આ પુસ્તકની લોકપ્રિયતા સૂચવે છે. લેખકની આ કૃતિ પણ “જિન પુજન રહસ્ય” ની જેમ જ અભિનંદન પાત્ર છે. ગુજરાતી ભાષામાં આ તેનું પ્રથમ પ્રકાશન છે. પંડિત રતનચન્દજી ભારિલ્લ એક શાન્ત પ્રકૃત્તિના અધ્યાત્મ રૂપી સંપન્ન વિદ્વાન છે. જેઓ કોઇ પ્રપંચમાં પડ્યા સિવાય હંમેશ જિનવાણીની સેવામાં રહ્યા કરે છે. તત્ત્વપ્રચારની ગતિ-વિધિઓમાં ચુપચાપ પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપતા રહે છે. તેઓ અમારી સંપૂર્ણ ગતિ વિધિઓના સંચાલક ડો.. હુકમચન્દ ભાટિલના વડિલ બંધુ તો છે જ ઉપરાંત એમનાં અંગત સહ્યોગીઓમાં પણ અગ્રગણ્ય છે. આશા છે કે તેઓની આ કૃતિ સમાજને સાચી દિશાનું દર્શન કરાવશે. આ કૃતિ માટે અમો તેમનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. - નેમચન્દ પાટની મહામંત્રી પં. ટોડરમલ સ્મારક ટ્રસ્ટ Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 84