Book Title: Namokar maha mantra Author(s): Ratanchand Bharilla Publisher: Todarmal Granthamala Jaipur View full book textPage 5
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates : ૧ : પ્રકાશકીય નમોકા૨ મંત્ર જૈનકુળમાં જન્મ લેવાવાળા આબાલ થી વૃદ્ધ બધાજ સ્ત્રી પુરૂષો બોલે છે. પરંતુ એવા કેટલા છે કે જેઓ આ મહામંત્રના અસલ-સ્વરૂપથી પરીચિત છે? આ તો આપણું ૫૨મ સૌભાગ્ય છે કે આપણને જન્મથી જ આવો મંગળમય મહામંત્ર સાંભળવાનો સુઅવસ૨ સહેજ-જ-મળેલ છે. આપણે આપણા કુળક્રમ અનુસાર આ નમોકારમંત્ર બાળપણથી જ બરાબર સાંભળતા તથા બોલતા રહ્યા છીએ. પરંતુ તેનાં વાસ્તવિક સ્વરૂપથી આજ પણ અજાણ અનભિજ્ઞ છીએ., અપરિચીત છીએ. તે કારણે પુણ્યોદયથી પ્રાપ્ત આ જન્મજાત ઉપલબ્ધિનો જેટલો લાભ આપણને મળવો જોઇએ તે મળી રહ્યો નથી. એટલા કારણથી જ એવા સાહિત્યની ઘણા સમયથી પ્રતીક્ષા હતી જે નમોકા૨મંત્ર વિશે વિસ્તૃત જાણકારી આપી શકે. હું આ “નમોકાર મહામંત્ર” પુસ્તકનું પ્રકાશન કરતાં અત્યંત હાર્દિક પ્રસન્નતાનો અનુભવ કરું છું. પંડિત રતનચંદજી ભારિલ્લએ પ્રસ્તુત પુસ્તકમાં નમોકા૨ મંત્ર પર સર્વાંગીણ અધ્યયન કરી એક ઘણીજ મોટી આવશ્યકતાની પૂર્તિ કરી છે. અત્યાર સુધી નમોકાર મંત્ર પર કોઈ પુસ્તક ઉપલબ્ધ ન હતું જે જૈન સમાજને આ દિશામાં સાચું માર્ગદર્શન આપી શકે. પ્રસ્તુત રચનામાં નમોકા૨ મંત્ર તથા તેમાં પ્રતિપાઘ પંચ પરમેષ્ઠીનાં સ્વરૂપનું વિસ્તૃત વિવેચન, મહામંત્રનું માહાત્મ્ય, તેનું અનાદિપણું, પદનો ક્રમ, મંત્રની શબ્દ શક્તિ, મંત્ર તથા મનોરથ - પૂર્તિ, નમોકા૨ મંત્રનો પાઠ ભેદ વગેરે અંશો પર તો આગમના આધારથી યુક્તિસંગત વિવેચન કર્યું તો છે. ઉપરાંત નમોકાર મંત્ર સંબંધી અનેક ભૂલભરેલી પ્રચલિત પરમ્પરાઓનું પણ સુન્દર સમાધાન યોગ્ય સ્થાને કર્યું જ છે. તે કારણે નમોકાર મંત્રના વિષયમાં ફેલાએલી ભ્રાંતિઓ તો દૂર થશે જ, પરંતુ વાસ્તવિક વિષયવસ્તુ Please inform us of any errors on rajesh@AtmaDharma.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 84