________________
૨૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત-૧
બત્રીસ સાગરોપમમાં કંઈક ન્યૂન આયુષ્ય પ્રાપ્ત કર્યું જ્યારે મહાબલ મુનિએ સંપૂર્ણ બત્રીસ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત કરી. તદુપરાંત તેમણે તીર્થકર નામકર્મનો બંધ કર્યો. જેથી મનુષ્યના ભવમાં પણ તે છ થી વરિષ્ઠ બન્યા.
રાજા હોય કે રંક, મહામુનિ હોય કે સામાન્ય ગૃહસ્થ, કર્મ કોઈની શરમ રાખતા નથી. કપટ સેવનના ફળ સ્વરૂપ મહાબળે સ્ત્રી નામ કર્મનો બંધ કર્યો અને જયંત વિમાનથી ઍવી ભરતક્ષેત્રમાં મિથિલા નરેશ કુંભરાજાની મહારાણી પ્રભાવતીની કુક્ષિએ કન્યા સ્વરૂપે ઉત્પન્ન થવું પડયું. તેનું નામ 'મલ્લિકુમારી' રાખવામાં આવ્યું.
તીર્થકરોનો જન્મ પુરુષના રૂપમાં હોય છે પણ મલ્લિકુમારીનો જન્મ સ્ત્રીરૂપમાં થવો એ જૈન ઈતિહાસમાં અદ્દભુત અને આશ્ચર્યજનક ઘટના છે. મલ્લિકુમારીના અન્ય છ સાથી તેનાથી પૂર્વેજ વિભિન્ન પ્રદેશોમાં જન્મ લઈ પોત પોતાના પ્રદેશોના રાજા બની ચૂકયા હતા. તેના નામ આ પ્રમાણે છે. (૧) પ્રતિબુદ્ધ-ઇક્વાકુરાજા (૨) ચન્દ્રધ્વજ– અંગનરેશ (૩) શંખ-કાશીરાજ (૪) રુકિમ-કુણાલનરેશ (૫) અદીનશત્રુ-કુરુરાજ (૬) જિતશત્રુ–પંચાલાધિપતિ.
અનેક વખત આપણે જોઈએ છીએ કે વર્તમાન જીવનમાં કોઈપણ પ્રકારનો સંપર્ક ન હોવા છતાં પણ કોઈ પ્રાણી પર દૃષ્ટિ પડતાં જ આપણા હૃદયમાં પ્રીતિ કે વાત્સલ્યભાવ ઉત્પન્ન થાય છે અને કોઈને જોતાં જ તિરસ્કાર થાય છે. તેનું કારણ આપણે જાણી શકતા નથી છતાં ય આવા ભાવ નિષ્કારણ તો પેદા નથી જ થતા. હકીકતમાં પૂર્વ જન્મોનાં સંસ્કારોને સાથે લઈને જ માનવ જન્મમાં કોઈ જીવ પ્રત્યે આપણો રાગાત્મક સંબંધ હોય છે, તેની ઉપર દષ્ટિ પડતાંજ અનાયાસ હૃદયમાં પ્રતિભાવ ઉત્પન્ન થાય છે. તેનાથી ઉછું, જેના પ્રત્યે વૈર વિરોધાત્મક સંબંધ હોય તેના પ્રત્યે સહજ વિદ્વેષની ભાવના જાગૃત થાય છે. અનેકાનેક શાસ્ત્રોના કથાનક દ્વારા આ વાતને પુષ્ટી મળે છે, યથા ભગવાન પાર્શ્વનાથ અને કમઠ, મહાવીર અને હાલિક, ગજસુકુમાર અને સોમિલ.
અહીં પણ મલ્લિકુમારીના જીવ પ્રત્યે તેના પૂર્વભવના સાથીઓનો જે અનુરાગ સંબંધ હતો તે વિભિન્ન નિમિત્ત મેળવી જાગૃત થયો. સંયોગોવશાતુ છએ રાજા મલ્લિકુમારી સાથે લગ્ન કરવાના ભાવથી સૈન્યસહિત મિથિલા નગરીમાં આવી પહોંચ્યા.
કયા રાજા કયુંનિમિત્ત મેળવી મલ્લિકુમારી ઉપર અનુરક્ત થયા તેનું વર્ણન આ પ્રમાણે છે – (૧) પ્રતિબુદ્ધિ રાજા – પ્રતિબુદ્ધિ રાજાની પદ્માવતી રાણીનો નાગપૂજા મહોત્સવ હતો. એક વિશાળ પુષ્પમંડપ બનાવવામાં આવ્યો. મંડપની વચ્ચે ફૂલની માળાઓના સમૂહથી બનાવેલ શ્રીદામ કાંડને છત ઉપર લટકાવવામાં આવ્યો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org