________________
પ્રત-દર્શન
પ્રસ્તુત સંપાદનમાં ઉપયોગી બનેલ વૃત્તિ સહ ત્રણ હસ્તલિખિત પ્રતો તેમજ ગ્રંથના માત્ર મૂળ સૂત્રની હસ્ત લિખિત પ્રતના આદ્ય-અંત પૃષ્ઠોની પ્રતિકૃતિઓ અહીં આપવામાં આવેલ છે.
આના નિરીક્ષણથી કઈ કઈ પ્રતિઓનો ઉપયોગ અમે કર્યો છે તેનો ખ્યાલ આવશે. અમને મૂળ પ્રતો મળી નથી, પણ તેની ઝેરોક્ષ કરાયેલ નકલો જ મળી હતી. પ્રસ્તુત સંશોધન અને સંપાદન પણ એ ઝેરોક્ષ કોપીઓના આધારે જ શક્ય બન્યું છે.
આ પ્રતો અમને પૂરી પાડનાર પાટણ-જિનશાસન આરાધના ટ્રસ્ટ, રાધનપુર-અખીદોશીની પોળ, ભાવનગર-જૈન આત્માનંદ સભા, પાટણ-વિમલગચ્છ ભંડાર, પાટણ-શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, અમદાવાદ-એલ.ડી. ઈન્સ્ટીટ્યૂટ આદિના જ્ઞાનભંડારો તેમજ ગ્રંથાલયોના સદુપદેશક સર્વે પૂજ્યો, વહીવટદારો અને મેળવી આપનારા સુશ્રાવકોની શ્રુતભક્તિની અમે અનુમોદના કરીએ છીએ. શ્રુતભક્તિમાં કરેલ સહાય નિમિત્તે આભાર દર્શાવીએ છીએ.
- સંપાદક – પ્રકાશક