________________
તો વૈમાનિક દેવ તો અવશ્ય થાય છે. આ વિષયને વધુ સ્પષ્ટ કરવા અંદક મુનિ અને પુંડરીક-કંડરીકનું દૃષ્ટાંત પણ બતાવવામાં આવ્યું છે.
“સંઘ ઉપરનું બહુમાન' - એ ચોત્રીસમું કર્તવ્ય છે, તેનું વર્ણન કરતાં લખ્યું છે કે, સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ ઉપર આંતરિક પ્રીતિ ધારણ કરવી તેને સંઘ ઉપર બહુમાન કહેવાય. આ કર્તવ્યમાં સંઘનું મહત્ત્વ બતાવતાં કહ્યું, સંઘ તીર્થરૂપ છે, તીર્થકરો પણ જેને નમસ્કાર કરે છે. તે સંઘ કોને નમનીય, વંદનીય, સ્તવનીય નથી બનતો ? સદ્ગણના ભંડાર સમાન અને અરિહંત, દેવેન્દ્ર અને ચક્રવર્તી પદવી અપાવનારા શ્રીસંઘની વસ્તુપાળ મંત્રીએ, પુનડમંત્રીએ અને આભૂ શ્રેષ્ઠીએ કેવી ભક્તિ કરી તેનું પણ વર્ણન કર્યું છે.
પુસ્તક લેખન' નામના પાંત્રીસમા કર્તવ્યનું વર્ણન કરતાં હેય-ઉપાદેય, કર્તવ્ય-અકર્તવ્ય, અતિન્દ્રિય અર્થોની સિદ્ધિ, ધર્મ અને ધર્મના માર્ગો વગેરે બાબતોમાં આગમ જ પ્રમાણ છે. આવા આગમો અને એ આગમના આધારે બનેલા ગ્રંથો ભણવા, ભણાવવા, તેનું સંશોધન કરવું, આગમો લખવા, લખાવવા વગેરેથી કેવા લાભ થાય છે, તેનું વિશદ વર્ણન કર્યું છે.
જિનવચન લખાવનાર મનુષ્ય દુર્ગતિ, બોબડાપણું, જડતા, બુદ્ધિહીનતા પ્રાપ્ત કરતા નથી. વળી જે જિનવચન લખાવે છે, વ્યાખ્યાન કરે છે, ભણે છે, ભણાવે છે, સાંભળે છે, તેની સુરક્ષામાં પ્રયત્ન કરે છે. તે મનુષ્ય મનુષ્ય-દેવ અને મોક્ષના સુખો પામે છે.” પોતાના જ્ઞાનાવરણીયાદિ કર્મની નિર્જરાના અર્થી આભૂશ્રેષ્ઠીએ પેથડશા, આભડશ્રેષ્ઠી, કુમારપાળ મહારાજ વગેરે એ કેટલા જ્ઞાનભંડારો લખાવ્યા વગેરે વિગત પણ જણાવી છે.
તીર્થની પ્રભાવના' નામના છત્રીસમાં કર્તવ્યમાં પ્રભાવનાનો અર્થ કરતાં કહ્યું, માવના સ્વચ માય, સ્વાયો પ્રમાવના | આત્મિક સ્વાર્થને સાધનારી હોય તેને ભાવના કહેવાય અને પોતાના અને બીજાનાં અર્થને સાધનારી હોય તેને પ્રભાવના કહેવાય, પ્રકૃષ્ટ ભાવનાને પણ પ્રભાવના કહેવાય. ચતુર્વિધ સંઘ, શાસન રૂપ તીર્થની પ્રભાવનાનાં પ્રકારો બતાવતાં કહ્યું, જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરવી, સ્નાત્ર મહોત્સવ કરવો, વ્રત-તપનું ઉદ્યાપન કરવું, સંઘભક્તિ કરવી, સાધર્મિક વાત્સલ્ય કરવું, ગુરુ પ્રવેશ મહોત્સવ કરવો, વિશિષ્ટ ધર્મકરણી દ્વારા શાસનની પ્રભાવના કરવી. પરમ શ્રદ્ધેય પરમ ગુરુદેવ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા કહેતા કે, “ધનને કાંકરાની જેમ જે વેરી શકે તે જ ધર્મતીર્થની સાચી પ્રભાવના કરી શકે.' ટુંકમાં કહેવું હોય તો કસી-કસીને નહિ પણ હસી-હસીને ધર્મકાર્યોમાં પુણ્ય પ્રાપ્ત લક્ષ્મીનો સદુપયોગ કરવાથી ઉત્કટ પ્રભાવના થાય છે. આ તીર્થ પ્રભાવના અતિશય જોઈ ઘણા લોકો સંસારથી વૈરાગ્ય પામી પ્રવજ્યાને સ્વીકારે છે. અંતે શાસનની પ્રભાવના કરનારા આઠ પ્રભાવકોનું વર્ણન કરી શ્રી જીવદેવસૂરિજી મહારાજ અને શ્રી વીરસૂરિજી મહારાજનું દૃષ્ટાંત પણ બતાવ્યું છે.
આ રીતે ટીકાકાર પંન્યાસજી મહર્ષિએ આ સ્વાધ્યાયના ગર્ભિત ભાવોને ખૂબ જ સારી રીતે પ્રકટિત કરી છત્રીશે કર્તવ્યોનો ઉપદેશબોધ આપી શ્રાવક-શ્રાવિકા વર્ગ ઉપર મહત્તમ ઉપકાર કર્યો છે.
- સંપાદક.
36