________________
બોલવાથી પુણ્ય પ્રાપ્તિ તો નથી જ થતી, નવા દુષ્કૃતનું પણ ઉપાર્જન થાય છે, વગેરે બાબતો દશવૈકાલિક, યોગશાસ્ત્ર, ઉપદેશમાળાદિ ગ્રંથોના આધારે વર્ણવી તે બીજા પ્રત્યે આક્રોશ કરતા, શાપ આપતા કે મર્મઘાતી વચનો ન બોલવાં, કોઈની પણ પાછળ તેનો અવર્ણવાદ ન કરવો, નિષ્ઠુર વચનો ન બોલવાં એવો ઉપદેશ અપાયો છે.
જીવકરુણા નામના ત્રીસમા કર્તવ્યને સમજાવતાં કહ્યું કે, સંવેગથી કે સ્વભાવથી જીવોની હિંસાનો ત્યાગ ક૨વો અથવા દીન-દુઃખી જીવોની અનુકંપા કરવી તેને કરુણા કહેવાય છે.
શ્રાવક સંકલ્પપૂર્વકની ત્રસ જીવોની હિંસાનો ત્યાગ કરે જ છે. સ્થાવર જીવોની પણ નિરર્થક-હિંસાનો ત્યાગ કરે છે. યતિધર્મ અને શ્રાવકધર્મનો પ્રાણ જીવદયા છે, માટે જ મહાવ્રત કે અણુવ્રતમાં સર્વજીવરક્ષણરૂપ પ્રથમવ્રત બતાવવામાં આવ્યું છે. પ્રથમવ્રતનું સુંદરતમ પાલન કરવાથી સર્વવ્રતનું પાલન સુકર બને છે અને પ્રથમવ્રતના ભંગમાં સર્વવ્રતનો ભંગ થાય છે.
અહિંસાનું પાલન સર્વદર્શનોમાં નિર્વિવાદપણે સ્વીકારવામાં આવ્યું છે. તેનો મહિમા બતાવતાં કહ્યું, ‘શું મેરુ પર્વતથી ઊંચું કોઈ છે ? સમુદ્રથી ગંભીર કોઈ છે ? શું ગગનથી વિશાળ કોઈ છે ? તેમ શું અહિંસા સમાન કોઈ ધર્મ છે ?’ ‘કૃપારૂપી નદીના મહાતીરે સર્વ ધર્મરૂપી તૃણ અને અંકુરા રહેલા છે. જો કૃપા રૂપી નદી સુકાઈ જાય તો તે ધર્મ કેટલો સમય ટકે ?' આવી અહિંસાનું પાલન કરવા હિંસાના વિવિધ પ્રકારો જેવા કે ૧૦૮ પ્રકા૨, ૨૪૩ પ્રકાર, સંરંભ, સમારંભ, આરંભના પ્રકાર, ક્રાયક, ખાદક અને ઘાતકનાં પ્રકાર, દ્રવ્ય અને ભાવ હિંસાની ચતુર્થંગી, સ્કુલથી, સૂક્ષ્મથી, સાપરાધ, નિરપરાધ, સાપેક્ષ હિંસા-નિરપેક્ષ હિંસા વગેરે પ્રકારો બતાવી, પ્રથમ અણુવ્રતના અતિચારો પણ બતાવ્યા છે.
પૃથ્વીકાય વગેરે સ્થાવર જીવોને અંગોપાંગ તો હોતા નથી તો તેમનો વધ કેવી રીતે થાય ? આ પ્રશ્નનો આચારાંગ સૂત્રના પાઠો મુકી એમને પણ મનુષ્યની જેમ સ્પર્શ, છેદન, ભેદન, દાહ વગેરેથી ભયંકર વેદનાનો અનુભવ થાય છે જ, એવું તર્કબદ્ધ સમાધાન આપ્યું છે. આગળ વધી એકેન્દ્રિયાદિને સ્પર્શ કરવાથી કેવી વેદના થાય છે તેનું ઉપમા દ્વા૨ા વર્ણન કરી તેમના સંઘટ્ટાદિથી ઉપાર્જન કરેલું કર્મ કેવી રીતે કેટલાં વર્ષે છુટે છે તેનું પણ વર્ણન કર્યું છે.
જીવદયાનો મહિમા જણાવતાં કહ્યું, તે જ દાન છે, તે જ તપ છે, તે જ વ્રત છે, તે જ દેવ-ગુરુની પૂજા છે કે જ્યાં જીવોની દયા છે. ખરેખર જયણા જ ધર્મની જનની છે, જયણા જ ધર્મનું પાલન કરનારી છે. જયણા જ ધર્મની વૃદ્ધિ કરનારી છે અને જયણા જ એકાંતે સુખ આપનારી છે. આ જયણાના પાલનથી લાંબું આયુષ્ય, સૌભાગ્ય, પ્રિયકામભોગો, કુળ-રૂપ અને યશની સંપદાઓ પણ પ્રાપ્ત થાય છે. હજુ વધારે જીવદયાનું સચોટ ફળ વર્ણન ક૨વાં ક્ષેમ અમાત્ય અને અભયમતિ-કુરુદત્તનાં દૃષ્ટાંતો પણ બતાવ્યાં છે.
‘ધાર્મિકજનનો સંસર્ગ’ નામના એકત્રીસ નંબરના કર્તવ્યમાં આયતન-અનાયતનનો અર્થ કરતા કહ્યું, જ્યાં ધાર્મિક લોકો મળતાં હોય તેને આયતન કહેવાય અને જ્યાં દર્શનભેદિની, ચારિત્રભેદિની કથા નિરંતર પ્રવર્તતી હોય તેને અનાયતન કહેવાય છે. ભીલની પલ્લી, ચોરોથી યુક્ત વસ્તી, હિંસક-દુષ્ટ આશયવાળાં લોકો અને સાધુપુરુષોની નિંદા કરનારા લોકો જ્યાં વસતાં હોય તેવા અનાયતનમાં ન વસવું. કારણ કે કુમતિ, અનાચારી, કદાગ્રહી લોકોના સંસર્ગથી ધાર્મિકજનની પણ ધર્મહાનિ થાય છે. ખરેખર સંસર્ગથી જ ગુણ-દોષની પ્રાપ્તિ થાય છે માટે સમ્યગ્ રીતે જિનધર્મને જાણનારા ધાર્મિક લોકોનો સંસર્ગ ક૨વો. ધાર્મિક
34