________________
અતિ દુર્લભ છે. આવા દુર્લભ સાધર્મિકની ઘરાંગણે પ્રાપ્તિ થયા પછી જેને સ્નેહ ઉભરાતો નથી તેના સમ્યક્તમાં સંદેહ છે.
સાધર્મિક પ્રાપ્ત થયા પછી તેમની સાથે ક્યારેય કલહ-વિવાદાદિ ન કરવા અને જે સાધર્મિક પ્રત્યે કોપ કરે છે તે પ્રભુને પોતાના માટે નિષ્કપાવાળા કરે છે. શુભકર્મ બંધના આગમમાં બતાવેલાં દશ સ્થાનો પૈકી એક સ્થાન સાધર્મિક ભક્તિનું પણ છે તેનું કથન કરી વજસ્વામીજીનું વિસ્તારથી દષ્ટાંત બતાવ્યું છે.
વ્યવહાર શુદ્ધિ નામના ત્રેવીસમા કર્તવ્યમાં ધન પ્રાપ્તિ કેવા-કેવા અન્યાયના માર્ગે થાય છે તેના પ્રકારો બતાવી તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. અન્યાય માર્ગથી પ્રાપ્ત થયેલી લક્ષ્મી ટકતી નથી, અન્યાય માર્ગે ઘણું ધન મેળવનારા લોકો પણ વર્તમાનમાં બુભક્ષાક્ષામ લોભથી પીડાતા જ દેખાય છે. જેવો આહાર હોય તેવો ઓડકાર આવે છે. વગેરે બાબત જણાવી વ્યવહાર શુદ્ધિ કરવા દ્વિજની કથા જણાવી છે. ન્યાયોપાર્જિતવિત્ત દ્વારા જ પ્રાય: સબુદ્ધિ, સદ્ઘાસના, સત્કાર્યકરણ તત્પરતા પ્રાપ્ત થાય છે.
આગમમાં પણ વ્યવહાર શુદ્ધિ દુર્લભ બતાવી છે. જે વ્યવહાર શુદ્ધિપૂર્વક ધનોપાર્જન કરે છે તે આ લોક અને પરલોકમાં સુખી થાય છે. આ જ વાતને વધારે સંવેદિત કરવા દેવ અને યશ નામના બે વણિક પુત્રોનું, લૌકિક બ્રાહ્મણનું અને જગડુશાનું દષ્ટાંત બતાવ્યું છે.
રથયાત્રા નામના ચોવીશમાં કર્તવ્યના વર્ણનમાં કહ્યું કે, જિનેશ્વરના જન્મ કલ્યાણકાદિ વિશેષ મહોત્સવ પ્રસંગે સ્નાત્રપૂજાદિ પૂર્વક જિનપ્રતિમાને સુશોભિત રથમાં સ્થાપન કરીને દીન-દુઃખીઓને દાન આપતાંઆપતાં, ભાવથી વિશુદ્ધ થઈને, વસ્ત્રાલંકાર અને માળાઓથી દેહને સુશોભિત કરી, અમારિ પ્રવર્તનપૂર્વક નગરના વિવિધ વિભાગોમાં, વિવિધ ગૃહોમાં જવું, ત્યાં મહાપૂજા-ઉત્સવ કરવો અને ફરી રથ સાથે દેવગૃહે આવવું તેને રથયાત્રા કહેવાય છે.
રથયાત્રાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ, જિનશાસનનો પક્ષપાત, શુભ અધ્યવસાય, શાસન પ્રત્યે બહુમાન, મનુષ્ય જીવનની સફળતા અને શિવલક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ રથયાત્રા પૂ.આ.શ્રી સુહસ્તિસૂરિ મહારાજની નિશ્રામાં સંપ્રતિ મહારાજે, કાંપિલ્યપુરમાં હરિષેણ રાજાએ અને હસ્તિનાપુરમાં વિષ્ણુકુમારે કેવી યોજી હતી તેનું સુંદર વર્ણન કર્યું છે.
તીર્થયાત્રા નામના પચ્ચીશમાં કર્તવ્યના નિરૂપણમાં જણાવ્યું કે, અષ્ટાપદ-સમેતશિખર-શત્રુંજય-રેવતાચલઅર્બુદગિરિ વગેરે તીર્થોમાં તથા જિનેશ્વર પ્રભુના જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિઓમાં શુભભાવની પ્રાપ્તિ માટે, સ્વોપાર્જિત ધનને સફળ કરવા આ લોક-પરલોકમાં સુખદાયક તીર્થયાત્રા કરવી જોઈએ. તીર્થયાત્રાથી આરંભની નિવૃત્તિ, દ્રવ્યની સફળતા, સંઘનું વાત્સલ્ય, સમ્યગ્દર્શનની નિર્મળતા, પ્રિયજનનું હિત, જીર્ણ ચૈત્યાદિનો ઉદ્ધાર, તીર્થની ઉન્નતિ, તીર્થંકર નામકર્મનો બંધ, સિદ્ધિની આસન્નતા, દેવ-મનુષ્યની શ્રેષ્ઠ પદવીઓ વગેરે લાભો થાય છે.
પૂર્વે ભરત ચક્રવર્તી વગેરેએ સંઘપતિ થઈને તીર્થયાત્રા કરી હતી. આ સંઘપતિ પદ પણ ભાગ્ય વિના પ્રાપ્ત થતું નથી, નવા સુકૃતનું ઉપાર્જન કરાવતું હોવાથી આ સંઘપતિપદ ઇન્દ્રપદ અને ચક્રવર્તીપદ કરતાં પણ વધારે ગ્લાધ્ય છે. આ તીર્થયાત્રા કોણે-કોણે, કોની નિશ્રામાં, કેવા આડંબરપૂર્વક, કેટલા દ્રવ્યનો વ્યય કરીને કેવી વિસ્તારથી આયોજી હતી વગેરે વાતોનું સુંદર વર્ણન કર્યું છે.
32