________________
વળી દ્રવ્યસ્તવનું વર્ણન કરતાં કહ્યું, સંપૂર્ણ સંયમીઓને દ્રવ્યસ્તવ ઈચ્છાયો નથી, પરંતુ વિરતાવિરત શ્રાવકોને સંસાર પાતળો કરવા કૂપદષ્ટાંતના ન્યાયે દ્રવ્યસ્તવ (દ્રવ્યપૂજા) અવશ્ય કરવો એ યોગ્ય છે. આરંભની પ્રવૃત્તિ અને જીવનીકાયની હિંસાથી અવિરત ભવ અટવીમાં પડતા ગૃહસ્થોને દ્રવ્ય સ્તવ જ આલંબનભૂત છે. જે દ્રવ્યસ્તવ કરતા નથી તેમને ઉદ્દેશીને કહ્યું, જે શરીર સુખના કાર્યમાં જ લિપ્સ છે, તેને બોધિલાભ અને પરલોકમાં સદ્ગતિ પણ થતી નથી.
જિનરાજની દ્રવ્યપૂજા એ ભાવપૂજારૂપ સંયમ-સાધપણું પામવા માટે જ છે. જિનરાજની દ્રવ્યપૂજાના ફળરૂપે જેઓ આવા ભાવપૂજારૂપ સંયમને પામી ગયા છે, તેમને હવે દ્રવ્યપૂજા કરવાની રહેતી નથી. જ્યારે ગૃહસ્થો સંસારમાં હોવાના કારણે હજુ સંયમી બની શક્યા નથી. તેમને એ સંયમ મેળવવાના સાધનરૂપે જિનરાજની દ્રવ્યપૂજા અવશ્ય કરવી જોઈએ. આ કથનનો પરમાર્થ છે.
જિનપૂજાનો મોક્ષ સાથે સંબંધ જોડી આપતાં જણાવ્યું છે કે, પૂજાથી મનની શાંતિ થાય છે, મનની શાંતિથી ઉત્તમ ધ્યાન થાય છે અને ઉત્તમ ધ્યાનથી નિરાબાધ મુક્તિસુખની પ્રાપ્તિ થાય છે. આમ પૂજાના શ્રેષ્ઠ ફળનું વર્ણન કરી સ્નાત્ર પૂજાનું વિસ્તારથી વર્ણન કર્યું છે. અષ્ટપ્રકારી પૂજાના ફળમાં દૃષ્ટાંત કહી બે-ત્રણ-પાંચ વગેરે પૂજાના પ્રકારોનું પણ વર્ણન કર્યું છે. અશુદ્ધદ્રવ્ય અને અશુદ્ધશરીરથી પૂજા કરવાથી ભવાંતરમાં કેવાં પરિણામો આવે છે, તેનું પુણ્યસારનાં દૃષ્ટાંત દ્વારા સુંદર વર્ણન કર્યું છે.
જિનસ્તુતિ નામના વશમાં કર્તવ્યમાં : જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરવાથી જ્ઞાન-દર્શન-ચારિત્ર અને બોધિલાભની પ્રાપ્તિ થાય છે, આવું ઉત્તરાધ્યયન સૂત્રના માધ્યમે કહી જિનેશ્વર પરમાત્માની સ્તુતિ આ લોકમાં કેવી ફળદાયી છે તેનું વર્ણન કરતાં કહ્યું છે કે, શ્રી ભદ્રબાહુ સ્વામીજીએ શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિરૂપ ઉવસગ્ગહર સ્તોત્ર રચીને સંઘને મારીના ભયમાંથી મુક્ત કર્યો, શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિ મહારાજે શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિરૂપ કલ્યાણ મંદિર સ્તોત્ર રચીને મહાકાળના મંદિરમાં રહેલા શિવલિંગમાંથી પ્રભુ પાર્શ્વનાથની મૂર્તિને પ્રગટ કરી અને જૈનશાસનની ઉન્નતિ કરી, શ્રી માનદેવસૂરિ મહારાજે ભયહર સ્તોત્ર બનાવીને સપ્ત ભયનું નિવારણ કર્યું અને શ્રી માનતુંગસૂરિ મહારાજે ભક્તામર સ્તોત્ર રચીને કેવી રીતે રાજાને પ્રતિબોધ કરી જૈન શાસનની ઉન્નતિ કરી તેનું વિસ્તારથી વર્ણન કર્યું છે. શ્રી બપ્પભટ્ટસૂરિ મહારાજથી પ્રતિબોધિત વાપતિનું ચરિત્ર વર્ણવવા દ્વારા પરલોકમાં જિનસ્તુતિથી કેવા લાભ થાય છે તેનું દિગ્દર્શન કરાવ્યું છે.
ગુરુસ્તુતિ નામના એકવીશમા કર્તવ્યનું વર્ણન કરતાં કહ્યું કે, ગુરુ ભગવંતનો વિનય-બહુમાન કરવા, સદ્ભુત ગુણો બોલવા, ભૂતકાળમાં, વર્તમાનમાં અને ભવિષ્યમાં પણ સંસારથી તારનારા એક માત્ર ગુરુ જ છે. આવા ગુરુની આજ્ઞાનો સ્વીકાર કરવો એ પણ ગુરુની એક પ્રકારની સ્તુતિ જ છે.
ગુરુનું સ્વરૂપ બતાવતા કહ્યું, “કુબોધનો નાશ કરનારા, આગમ અર્થનો બોધ કરાવનારા, સદ્ગતિ-દુર્ગતિ, પુણ્ય-પાપ અને કર્તવ્ય-અકર્તવ્યનો ભેદ જણાવનારા ગુરુ વગર આ ભવસાગરમાંથી તારનારા બીજા કોઈ નથી.”
| ‘સૂર્ય વિના દિવસ થતો નથી, ચંદ્ર વિના કુમુદિની ખીલતી નથી, સુકૃત વિના કલ્યાણ થતું નથી, પુત્ર વિના કુળ થતું નથી, સમતા વિના મુક્તિ થતી નથી તેમ ગુરુ વિના ધર્મતત્ત્વની શ્રુતિ પ્રાપ્ત થતી નથી.”
જગતમાં શુદ્ધ ધર્મનો ઉપદેશ આપનારા ગુરુ ભગવંતો જ છે. ગુરુ ભગવંતોની ઉપાસના કરવાથી ધર્મતત્ત્વનું શ્રવણ થાય, શ્રવણથી જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પચ્ચકખાણ, પચ્ચખાણથી સંયમ,
30.