________________
ઉપશમ નામના છવ્વીસમા કર્તવ્યમાં બતાવ્યું, કે આંતરિક ક્રોધાદિ કષાયોનો નિગ્રહ કરવો, ઇન્દ્રિયોનાં વિષયોનું શમન કરવું અને માધ્યસ્થ પરિણામ ધા૨ણ ક૨વો તેને ઉપશમ કહેવાય છે. ચારે ય ગતિમાં વધતા ઓછા પ્રમાણમાં કષાયોનું પ્રભુત્વ છે. દેવોમાં લોભ, ના૨કોમાં ક્રોધ, મનુષ્યોમાં માન અને તિર્યંચોમાં માયા પ્રચૂર હોય છે. વળી દેવોમાં પરિગ્રહ સંજ્ઞા, ના૨ોમાં ભય સંજ્ઞા, મનુષ્યોમાં મૈથુન સંજ્ઞા અને તિર્યંચોમાં આહાર સંજ્ઞા બલવત્તર હોય છે. આ ક્રોધાદિ કષાયોના ઉદયથી શ્રી હરિભદ્રસૂરિજી, બાહુબલીજી, અષાઢાભૂતિ વગેરેની જેમ જીવો વિકારને પામે છે. એટલું જ નહિ, કષાયોથી ગુણ નાશ પણ થાય છે. માટે ઉપશમ વડે ક્રોધને, નમ્રતા વડે માનને, સ૨ળતા વડે માયાને અને સંતોષ વડે લોભને જીતવો જોઈએ.
સ્થાનાંગ સૂત્રમાં પણ ક્ષમા, મુક્તિ, આર્જવતા અને માર્દવતાને ધર્મનાં દ્વાર તરીકે ઓળખાવ્યાં છે. સર્વ કષાયોમાં ક્રોધ હંમેશા વિનાશક છે એવી રજૂઆત કરી ક્રોધનાં દારૂણ પરિણામો વર્ણવ્યાં છે. અંતે ક્રોધમાનમાં અચંકારી ભટ્ટા, માયામાં પાંડુ આર્યા અને લોભમાં મંગુ આચાર્યનાં દૃષ્ટાંતો નિશીથભાષ્યના આધારે બતાવ્યાં છે. ધર્મમાં ઉપશમની પ્રધાનતા છે. તે વાતને વધારે સ્પષ્ટ કરવા કુંભકારનું દૃષ્ટાંત પણ વર્ણવ્યું છે. ઉપસંહાર કરતાં ક્રોધથી જીવ આયુષ્ય સિવાયનાં સાતે અશુભ કર્મો બાંધે છે, વળી શિથિલ બંધવાળાં તેવાં કર્મોને ગાઢ કરે છે, અલ્પ સ્થિતિવાળા કર્મોને દીર્ઘ સ્થિતિવાળાં કરે છે, મંદ રસવાળાં કર્મોને તીવ્ર૨સવાળાં કરે છે અને અલ્પ પ્રદેશવાળાં કર્મોને બહુ પ્રદેશવાળાં કરે છે. અશાતા વેદનીય કર્મને વારંવાર બાંધે છે અને દીર્ઘકાળ ચારગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરે છે. આવા ક્રોધના વિપાકો જાણી ઉપશમમાં પ્રવર્તવું જોઈએ.
વિવેક નામનું સત્યાવીશમું કર્તવ્ય છે. તે કહેતાં કહ્યું કે, ભક્ષ્યાભક્ષ્ય, કલ્પ્યાકથ્ય, ગમ્યાગમ્ય, પેયાપેયમાં બુદ્ધિ-વિજ્ઞાનનો ઉપયોગ કરી શાસ્ત્રવચન મુજબ, અયોગ્યનો ત્યાગ કરવો અને યોગ્યનો સ્વીકા૨ ક૨વો તેને વિવેક કહેવાય છે. આ વિવેક દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનો છે. શ્રી જંબૂસ્વામીજી, શ્રી સ્થૂલભદ્રજી, અભયકુમાર, શાલિભદ્રજી, શ્રી વજસ્વામીજી વગેરેની જેમ સ્વજન-સ્વર્ણ વગેરે નવ પ્રકારની બાહ્ય ગ્રંથીનો ત્યાગ કરવો તેને દ્રવ્યવિવેક કહેવાય અને મિથ્યાત્વ, ત્રણ વેદ, હાસ્યાદિ ષટ્ક અને ક્રોધાદિ ચતુષ્ક આ ચૌદ અત્યંતર ગ્રંથીનો ત્યાગ ક૨વો તેને ભાવવિવેક કહેવાય છે. આ કર્તવ્યને સમજાવવા પૂ.આ.શ્રી. હેમચંદ્રસૂરિજી મહારાજ અને કુમા૨પાળ મહા૨ાજના પૂર્વભવનું વર્ણન કર્યું છે.
સંવર નામના અઠ્યાવીશમા કર્તવ્યમાં જણાવ્યું છે કે, ઈન્દ્રિયો અને મનને તેના વિષયોમાં જતાં અટકાવવા તેને સંવર કહેવાય છે. એક-એક ઈન્દ્રિયોને પરવશ થયેલાં અને ઈન્દ્રિય મનનો સંવર નહિ પામેલા જીવો કેવાં-કેવાં દુ:ખો પામે છે. તેનું યોગશાસ્ત્રના સોળ-સોળ શ્લોકો મૂકીને સુંદર વર્ણન કર્યું છે. વળી પ્રભુ વીરના દશ મહાશ્રાવકોએ વીશ વર્ષના ધર્મકાળમાં છેલ્લાં છ વર્ષ કેવો સંવર કર્યો અને તેનાં ફળ રૂપે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ સાધુપણું પામીને, આરાધીને કેવી રીતે મુક્તિને પામશે તે પણ વર્ણવ્યું છે.
રોજ ચૌદ નિયમ ગ્રહણ કરી ઈચ્છાનું પરિમાણ કરવું એ પણ શ્રાવકો માટે સંવર જ છે. મનની શુદ્ધિથી કયા ક્રમે મુક્તિ પ્રાપ્ત થાય છે, તે વર્ણવી સૂ૨૨ાજા અને સોમમુનિનું દૃષ્ટાંત પણ બતાવ્યું છે.
ભાષા સમિતિના ઓગણત્રીશમા કર્તવ્ય તરીકે વર્ણન કરતાં કહ્યું, મધુર, નિપુણ, થોડું, કાર્ય હોય ત્યારે જ, અગર્વિતપણે, અતુચ્છપણે, પહેલેથી જ મતિની સંકલનાપૂર્વક, ધર્મથી યુક્ત બોલાય તેને ભાષા સમિતિ કહેવાય છે. વિવેકી સુશ્રાવક પણ ક્યારેય સાવઘભાષા ન બોલે. જેમાં શબ્દો થોડા હોય અને અર્થ ઘણો હોય તેવી ભાષા બોલે. કાર્ય નાનું હોય કે મોટું હોય ઘણું બોલવાથી પ્રાજ્ઞ પુરુષો પણ સ્ખલના પામે છે, ઘણું
33