________________
લોકોના સંસર્ગથી કુમતિ નાશ પામે છે, વિવેક પ્રાપ્ત થાય છે, મોહનો નાશ પામે છે, ધર્મનું પોષણ થાય છે, સદ્ગુદ્ધિનો જન્મ થાય છે. મિથ્યાત્વાદિ દોષોનો નાશ થાય છે અને અનેક ગુણોની વૃદ્ધિ થાય છે. તત્ત્વનિપુણ, ધાર્મિકજન જંબૂકુમાર, સ્થૂલભદ્રજી અને અભયકુમા૨ના સંસર્ગથી અનુક્રમે પ્રભવચોર, કોશાવેશ્યા અને આર્દ્રકુમાર સર્વવિરતિરૂપ ચારિત્ર-દેશવિરતિ રૂપ ચારિત્રને ભજના૨ા થયા.
ખરેખર તપેલા લોખંડના સંગથી પાણી અસ્તિત્વ ગુમાવે છે, નલિનીપત્રના સંસર્ગથી પાણી મુક્તાકા૨ને ધારણ કરે છે અને સ્વાતિ નક્ષત્રમાં શુક્તિના સંગથી પાણી મોતી બને છે. સંસર્ગથી જ ઉત્તમ-મધ્યમ અને અધમ ગુણો પ્રાપ્ત થાય છે. ઉત્તમજનોની સંસર્ગતાનું વર્ણન કરી અંતે ધાર્મિકજનના સંસર્ગથી મિથ્યાદૃષ્ટિ પણ સમ્યગ્દષ્ટિ બને છે તે બાબત સમજાવવા ભગવતી સૂત્રના આધારે વરુણ શ્રાવકની કથા પણ બતાવી છે.
ઇન્દ્રિયદમન નામના બત્રીસમા કર્તવ્યમાં ઇન્દ્રિયોનું દમન કરવા જણાવ્યું છે. કારણ કે નહિ દમન કરાયેલી ચંપળ અને ઉન્માર્ગગામી ઈન્દ્રિયો જીવને કુમાર્ગે લઈ જાય છે, કૃત્યાકૃત્યના વિવેકનો નાશ કરે છે, પુણ્ય અને પ્રતિષ્ઠાનો નાશ કરે છે, જીવનનો નાશ કરે છે, ન્યાયમાર્ગથી ભ્રષ્ટ કરે છે અને ન૨કાદિ દુર્ગતિમાં લઈ જાય છે. આથી દોષોના સ્થાનભૂત ઇન્દ્રિયોનું દમન અવશ્ય ક૨વું જોઈએ.
આ ઈન્દ્રિયોનું દમન ક૨વા સંપૂર્ણ ઈન્દ્રિયોનો નિરોધ શક્ય નથી. પરંતુ તેના વિષયમાં રાગ-દ્વેષનો ત્યાગ કરીને દમન કરવું જોઈએ. આ જ બાબતને આચારાંગ સૂત્રનો પાઠ મૂકીને પુષ્ટ કરી છે. વળી બધી જ ઇન્દ્રિયોમાં જ્યેષ્ઠ-પ્રધાન ઇન્દ્રિય રસનેન્દ્રિય છે. એનું વર્ણન કરતાં પાંચે ઇન્દ્રિયોનો સુંદર સંવાદ અને એના કારણો પણ બતાવ્યા છે. બધી ઈન્દ્રિયોનું એક એક જ કાર્ય છે. જ્યારે જીલ્વેન્દ્રિય ઈન્દ્રિયનાં બે કાર્યો છે. જલ્પન અને ભોજન. એક રસનેન્દ્રિયના વિષયમાં મનનું નિયંત્રણ ક૨વામાં આવે તો મનને મા૨વાથી, ઈન્દ્રિયો મરે છે, ઈન્દ્રિયોને મારવાથી (નિયંત્રણ કરવાથી) કર્મ મરે છે. ઈન્દ્રિયદમનથી વિનયથી પ્રાપ્તિ થાય છે. વિનયથી ગુણપ્રકર્ષ થાય છે, ગુણપ્રકર્ષથી માણસો અનુરાગી બને છે અને માણસોના અનુરાગથી સંપદાઓની પ્રાપ્તિ થાય છે, વગેરે બાબતોનું વર્ણન કરી મનનું દમન કરવા મંત્રીની કથા, સ્પર્શેન્દ્રિયના વિષયમાં મૂળરાજાની કથા અને ઈન્દ્રિયોનું દમન કરવા ચંદ્રશેખર રાજાની કથા વર્ણવી છે.
‘ચરણ પરિણામ’ નામના તેત્રીસમા કર્તવ્યમાં સાધુ અને શ્રાવકો ચારિત્રના મનોરથોમાં, ચારિત્રના પરિણામમાં, ચારિત્રના અધ્યવસાયમાં વિલસતા હોય છે. સાધુ ભગવંતો ક્યારે હું અલ્પ કે બહુશ્રુતનો અભ્યાસ કરીશ ?, ક્યારે હું સાધુની પ્રતિમાઓનો સ્વીકાર કરીશ ?, ક્યારે હું અપશ્ચિમ મારણાંતિક સંલેખના કરીશ ?, ક્યારે હું કાળને નહીં ઈચ્છતો પાદોપગમન અનશન કરીશ ? વગેરે મનોરથો કરતા હોય છે. જ્યારે શ્રાવકો પણ ક્યારે હું પરિગ્રહનો ત્યાગ કરીશ ?, ક્યારે હું સર્વસંગનો ત્યાગ કરીશ ?, ક્યારે હું સ્વજન પરિવારનો ત્યાગ કરી પ્રવ્રજ્યાનો સ્વીકાર કરીશ ?, ક્યારે હું મલમલિન ગાત્રોવાળો બનીશ ?, ક્યારે હું જીર્ણ-શીર્ણ વસ્ત્રોને ધારણ કરીશ ?, ક્યારે હું માધુકરી વૃત્તિથી મુનિચર્યાને આદરીશ ?, ક્યારે હું નગર બહાર રાત્રિમાં સ્થંભવત્ કાયોત્સર્ગ કરતો હોઈશ અને ક્યારે તે અવસ્થામાં વૃષભો પોતાના સ્કંધનું ઘર્ષણ ક૨શે ?, ક્યારે હું શત્રુ-મિત્ર, સુવર્ણ-પત્થ૨, મણિ-માટી, મોક્ષ-ભવ પ્રત્યે સમભાવવાળો બનીશ?, મુક્તિગૃહ માટે નિઃસ૨ણી સમાન ગુણ શ્રેણી ઉપર ક્યારે આરૂઢ થઈશ ? ક્યારે મારો પ્રમાદ થતાં સાધુઓ વડે સા૨ણા-વારણા-ચોયણા-પડિચોયણા કરતા તેને હું સમ્યક્ સહન કરીશ ? આવા ચારિત્રના મનોરથોમાં રમતા હોય છે. કારણ કે અનન્ય ચિત્તવાળો અને એક દિવસનું પણ ચારિત્ર પાળનારો જીવ જો મોક્ષે ન જાય
35