SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત-દર્શન પ્રસ્તુત સંપાદનમાં ઉપયોગી બનેલ વૃત્તિ સહ ત્રણ હસ્તલિખિત પ્રતો તેમજ ગ્રંથના માત્ર મૂળ સૂત્રની હસ્ત લિખિત પ્રતના આદ્ય-અંત પૃષ્ઠોની પ્રતિકૃતિઓ અહીં આપવામાં આવેલ છે. આના નિરીક્ષણથી કઈ કઈ પ્રતિઓનો ઉપયોગ અમે કર્યો છે તેનો ખ્યાલ આવશે. અમને મૂળ પ્રતો મળી નથી, પણ તેની ઝેરોક્ષ કરાયેલ નકલો જ મળી હતી. પ્રસ્તુત સંશોધન અને સંપાદન પણ એ ઝેરોક્ષ કોપીઓના આધારે જ શક્ય બન્યું છે. આ પ્રતો અમને પૂરી પાડનાર પાટણ-જિનશાસન આરાધના ટ્રસ્ટ, રાધનપુર-અખીદોશીની પોળ, ભાવનગર-જૈન આત્માનંદ સભા, પાટણ-વિમલગચ્છ ભંડાર, પાટણ-શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર, અમદાવાદ-એલ.ડી. ઈન્સ્ટીટ્યૂટ આદિના જ્ઞાનભંડારો તેમજ ગ્રંથાલયોના સદુપદેશક સર્વે પૂજ્યો, વહીવટદારો અને મેળવી આપનારા સુશ્રાવકોની શ્રુતભક્તિની અમે અનુમોદના કરીએ છીએ. શ્રુતભક્તિમાં કરેલ સહાય નિમિત્તે આભાર દર્શાવીએ છીએ. - સંપાદક – પ્રકાશક
SR No.023419
Book TitleMannaha Jinan Aanam Swadhyay
Original Sutra AuthorN/A
AuthorVijaykirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2013
Total Pages468
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy