________________
પપૂ. સમયજ્ઞ પ્રજ્ઞશીલાશ્રીજી (માસી) મસા.ની જીવનઝરમર
“કુટુંબમાં રત્ન એક અનોખુ, તેજ લઇને અવતર્યું, અનેક સંકટો આવવા છતાં, શાસનમાં જેનું મન ઠર્યું શાસન પ્રભાવનામાં, સદા હૈયુ ઉત્સાહથી ભર્યું, ધન્ય છે માસી મ.સા.ને, જેણે ગુરૂનું નામ રોશન કર્યું.”
આ વિરાટ વિશ્વબાગમાં વિવિધ વર્ણા અનેક પુષ્પો ખીલે છે. પોતાની ડાળી ઉપર મુસ્કુરાહટ કરતાં તે પુષ્પો ઔદાર્ય ભાવથી સૌંદર્ય અને માધુર્ય ફેલાવી કંઇકને આકર્ષે છે. સહુને ખુબો દે છે, ઠંડક આપે છે, મન પ્રસન્ન કરે છે. વળી ક્યાંક હવાના ધોકે, તે પુષ્પ ડાળ ઉપરથી ખરી પડી, માટીમાં મળી જાય છે. માટીને પણ સુરભિત બનાવી દે છે. બસ, આવા જ પ્રકારે અમારા પૂ.માસી મ.સા ઉર્ફે પૂ. પ્રજ્ઞશીલાશ્રીજી મ.સા.નું જીવન હતું.
ભારતની ભૂમિ ઉપર ગુર્જરદેશના મધ્યભાગમાં ખળખળ કરતી વહેતી તાપી નદીના કિનારે પ્રાચીન સૂર્યપુરી નગર અર્વાચીન સુરત શહેરથી વિખ્યાત છે. આ નગરીના વડાચૌટામાં જિનશાસન પામેલા શ્રાવક નગીનદાસભાઈ ડાહ્યાભાઈ કાપિડયા રહેતા હતા. તેમની ગૃહિણી ઉમેદકોર બેન હતા. ચરિત્રનાયિકાનો આ ગૃહિણીની કુક્ષીએ સંવત ૧૯૮૯ ચૈત્ર વદ ૧ના રોજ જન્મ થયો. મહાપુણ્યશાળી આ બાળાના લાક્ષણિકતાને અનુસારે ફઇબાએ નામ પાડ્યું “પુષ્પા',
કુટુંબમાં આ પુષ્પકળી ગુલાબની જેમ ખીલી ઉઠી. પુણ્યની કંઇક ઉણપતાએ બાલ્યાવસ્થામાં પિતાનું છત્ર ગુમાવ્યું. માતાએ પિતાની ખોટ સાલવા ન દીધી. બાળઉછેરમાં ધર્મના સંસ્કારોનું પાન કરાવવા લાગ્યા. ભાઇબેનોમાં સૌથી નાની આ લાડલી પુષ્પાએ કુટુંબના સભ્યોના દિલ જીતી લીધા. સૌની પ્યારી બની ચૂકી. ભવાંતરના પ્રબળ પુણ્યોદયે ધર્મની આરાધના સર્વ સામગ્રી મળતાં દેવગુરૂ પ્રત્યે દિનપ્રતિદિન અનુરાગ વધ્યો. દેવગુરૂની ભક્તિ અપાર હતી. પૂર્વના ચારિત્રમોહનીયના ક્ષયોપશમે ચારિત્ર લેવાના ભાવ જાગ્યા. સંસારની અસારતા જણાઈ. ગુરુગમથી વૈરાગ્યના વાવેતર થયા. માતાની અપાર મમતાએ માર્ગ મોકળો ન થયો. સંયમની તીવ્રતમન્ના હોવાછતાં અનુમતિ ન મળી. પણ મનની મકક્મતાએ આ ભાવનાને હૈયામાં, ભારેલા અગ્નિવત્ છુપાવી રાખી.
સમયને જતાં શું વાર લાગે? મોટીબેન મોતનબેનને પ્રાસંગિક કારણો લઈને નાનીબેન પુષ્પાબેનને પોતાને ઘરે લઇ આવ્યા. બનેવી મોહનલાલના પરિચયે દીક્ષાની ભાવના વધારે દઢ બની. યોગાનુયોગે
૧૬