________________
* હે પરોપકારી!“એ ઉપકાર તમારો કદીયે નવિસરે” સંસારના કીચડમાંથી બહાર કાઢી રત્નત્રયીના અમૃત ઘુંટડા પીવરાવ્યા, વાત્સલ્યના વરદાન દીધા. આગમમાંથી વલોવીને શ્રુતના સાગરમાં નવરાવ્યા. “સ્વ”નું ભાન કરાવ્યું. પૂજ્યશ્રી આપશ્રીની ન પૂરાય તેવી ખોટ પડી ગઈ છે. આપશ્રીની યાદમાં અમારા હૃદય અને નયનો સદા ભીના રહે છે. જે ભીનાશને કોઇ લુછનાર નથી.
હે પૂજ્યશ્રી!“આપનું ચરણ સદાને માટે નમન”બની રહો.આપ અમારી વચ્ચેથી ચાલ્યા ગયા છો. કાળરાજાએ આપને અમારી વચ્ચેથી છીનવી લીધા છે. પણ તેની તાકાત નથી કે આપની સ્મૃતિઓ છીનવી લે. આપની સ્મૃતિઓ અજર અમર બની રહેશે. આપનો ગુણવૈભવ પણ અમારી વચમાં છે, પેલુ ગીત યાદ આવે છે:
આપ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર” હે ગુરૂદેવ! આપ જ્યાં હો ત્યાં પરમાત્માનું શાસન પામો. અખંડ આરોગ્ય પામો. આપ સુખસમાધિ પામો. આપનું લક્ષ એ લબ્ધ બની રહો. ખાસ છે તેની પ્રાપ્તિ હો.
આપના ગુણો સાગર જેટલા છે. આ સાગરને તરવા માટે બે હાથ લંબાવ્યા છે. શું તરાય? ગુંજાયશ નથી. છતાં આ અવસરે સ્મૃતિઓને તાજી કરવા ને લાંબા કાળ સુધી ટકવા આપશ્રીનું જીવનગાન ગાયુ છે, જેમાં અતિશયોક્તિનો આશય નથી. છતાં છદ્મસ્થભાવે થઈ હોય તો તે બદલ મિચ્છામિ દુક્કડમ્.
પૂ. તિલકપ્રભાશ્રીજી મ.સા. ની છત્રછાયામાં અમે અમારા હૈયાના દર્દો હળવા કરી, રત્નત્રયીની આરાધનામાં સ્થિર થયા. એ ઉપકારીના ઉપકારોને કૃપાશીષ સમજી જીવનની કેડીએ પગલા ભરીએ છીએ.
અંતમાં હે ગુરૂદેવ.. આપની આજ્ઞા અમારો આચાર બનો. આપના વચનો અમારા શાસ્ત્ર બનો. આપની કૃપા અમારું કવચ બનો. આપની સહનશીલતા અમારા બદનમાં રહે. આપની લગન અમારું લક્ષ બને. આપની સાધના અમારી સિદ્ધિ બની રહે. અમ ઉપર કૃપાદૃષ્ટિ વરસાવો.
પ્રાંતે... આપશ્રી જ્યાં હોય ત્યાં પ્રભુશાસન પામી, આરાધનાથી ઓતપ્રોત બની નજીકના જ ભવમાં સકળકર્મને અળગા કરી શીધ્રાતિશીધ્ર ભવનિસ્તાર પામો. એજ અમ અંતરેથી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના.
ગુરૂકૃપાકાંક્ષી સા. જીવકલ્યાશ્રી.
૧૫