________________
અજબ ગજબની સહનશીલતા :
સમય સરતો ગયો, સંયોગો પલટાતા ગયા. સંયમની સુંદરતર આરાધનામાં અશુભોદયે કસોટી આદરી. છેલ્લા કેટલાય સમયથી પૂજ્યશ્રીને ગાદી મણકાની તકલીફ હતી. દિનપ્રતિદિન મણકા ઘસારાને કારણે ચાલવામાં ઘણી તકલીફ પડવા લાગી. અસહ્ય દુઃખાવો થાય. સહનશીલતા ગજબની કે ક્યારેય મુખ ઉપર ગ્લાની છવાયેલી જોઈ નહોતી. ડૉક્ટરો કહેતા હતા : સાહેબ! આપશ્રી હવે ઓછું ચાલવાનું રાખો. જેટલું ચાલશો તેટલા ઘસારા વઘતા જશે, થડ વિના વૃક્ષ ક્યારેય ઉભુ રહી શકતું નથી. આપણું શરીર આવું થઈ ગયું છે. રૂની પૂણી જેવા મણકા થઇ ગયા છે આપ કેવી રીતે ચાલી શકો છો? અમને આશ્ચર્ય થાય છે આવી અસહ્ય પીડા હોવા છતાં જ્ઞાન-ધ્યાન-ક્રિયા વગેરેમાં પ્રમાદ ક્યારેય કર્યો નથી. ડોલીનો ઉપયોગ કરવો પડ્યો તો પણ કચવાતા મને. ડોલીમાં પણ બેસી ન શકાતું. છેલ્લે વ્હીલચેરનો ઉપયોગ કર્યો.
ભાવિ ભૂલવે છે ત્યારે ન બનવાનું બની જાય છે. સંવત ૨૦૫૨ની સાલે અમદાવાદથી સૂરત તરફ વિહાર નક્કી થયો. આ વેળાએ પૂજ્યશ્રીની વિહારની ભાવના ઓછી હતી. છતાં ક્ષત્ર-સ્પર્શના બળવાન હશે. તેમ જાણીને ચે.વદ ૩ શનિવારે પૂજયશ્રીન વિહાર થયો. કાળની ઘડી પિછાની શકાતી નથી ખબર નહોતી કે અનિચ્છાએ થયેલો પૂજ્યશ્રીનો વિહાર રાજનગરની ધરતીને છેલ્લી વિદાય આપી હશે. આ વેળાએ બંને બેનોનું છૂટા પડવાનું દશ્ય પણ ગંભીર હતું. નાની બેન પૂ.તિલકપ્રભાશ્રીજી મ.સા. મોટીબેન પૂજ્યશ્રીને જાણે પરાણે વિદાય ન આપતા હોય, ને પૂજ્યશ્રી પરાણે વિદાય ન લેતા હોય તેમ ભાસતુ હતું. આ આખરી મિલન કહો કે આખરી વિદાય હશે. " ક્રમાનુસાર વિહાર કરતાં ચે.વદ ૬ના રોજ નાયકા મુકામે આવ્યા. પૂજયશ્રીને નાયકા નહોતુ આવવું. અમે જ લઈ આવ્યા. કારણકે આ રસ્તે વાહનવ્યવહાર ઓછો. તેથી ચાલવામાં સરળતા રહે. ખબર નહોતી કે કાળે પોતાનો પંજો આ તરફ પણ લંબાવ્યો હશે.
ચૈત્ર વદ ૭, બુધવાર... એ ગોઝારો દિન આવી ગયો. એ દિનનું પરોઢિયું. ગરમીના દિવસો, સૌ વિહારની તૈયારી કરવા લાગ્યા. નિત્યક્રમ પ્રમાણે પૂજ્યશ્રી ઋષિમંડળ ગણવા લાગ્યા. હંમેશા ધીમા અને ગંભીર સ્વરે જ ગણતા આ સ્તોત્રને તે દિવસે ઘણા ઉંચા સ્વરે ગણવા લાગ્યા. મેં કહ્યું, પૂજ્યશ્રી! આજ કેમ? તા કહ, તું બહાર સામાન મુકાવે છે તો તને ક્યાંથી સંભળાય? માટે મોટે અવાજ ગણી રહી છે. નિષ્ફર કુદરત! તને શું કહું? પૂજયશ્રીના મુખે બોલાયેલા મંત્રાક્ષરો શું છેલ્લા હશે? અમૃત ઝરતા આ વચનો આખરી બની ગયા. સમય થતાં સૌને મંગલાચરણ સંભળાવી વિહાર વાટે ચાલી નીકળ્યા. સૌ સાથે જ હતા. વાસણા ગામના પાદરેથી અમને સૌને ટૂંકા રસ્તે જવાની સૂચના કરતાં પૂજયશ્રી ખેડાના માર્ગે આગળ વધ્યા. આ માર્ગ છૂટા પડ્યાને ૫ મિનિટ ૧૦ મિનિટ પણ થઇ નથી. બરાબર એ સમયે કાળમુખે મોકલેલ યમરાજના સ્વરૂપમાં પાછળથી ધમધમ કરતી આવી રહેલી ટ્રકે, પૂજયશ્રીને તથા પ્રજ્ઞશીલાશ્રીને સાથે રહેલ બંને બાઇ સાથે ટક્કર લગાવી ચાલી ગઇ. બંને મહારાજ બાઇઓ સાથે રસ્તા પર જોરદાર પછડયિા હજુ પળ બે પળ પુરી નથી ત્યાં તો આ ચારેયના આયખાને ભરખી લેવા બીજી ટ્રક આવી ગઇ, અને તેની ઉપર ફરી વળી. પળવારમાં ચારેયના પ્રાણ પંખેરુ કાળના ખપ્પરમાં ખપી ગયા.
૧૨