Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
આકર્ષણને લીધે સરકારી શાળા તથા જન સંધ તરફથી ચાલતી સંગીતશાળામાં જોડાયા અને છ થી સાત વર્ષ સુધી સંગીતની રીતસર તાલીમ લીધી. જાણીતા ભારતરત્ન ફૈયાઝખાનાં ભાણેજ શ્રી ગુલામરસુલ કે જેઓ મશહૂર ઉસાદ અને સંગીતજ્ઞ હતા, તેઓ તેમના સંગીતગુરુ હતા.
અહીં એટલી સ્પષ્ટતા કરવી ઉચિત ગણશે કે જીવણલાલે નાની ઉમર છતાં શ્રી સકલચંદ્રજી કૃત સત્તરભેદી પૂજા તેના જુદા જુદા ૩૫ રાગરાગિણુના વ્યવસ્થિત જ્ઞાન સાથે કંઠસ્થ કરી લીધી, તથા બીજી પૂજાઓ અને સ્તવનો પણ રાગરાગિણમાં શીખી લીધાં. વળી સંગીતનાં વિવિધ વાજિંત્રો અને તાલનું જ્ઞાન પણ મેળવી લીધું. વિશેષમાં નૃત્યકલા પ્રત્યે પણ તેમનું આકર્ષણ એટલું જ હતું, એટલે તેમણે નૃત્યકલાનું જ્ઞાન પણ સંપાદન કર્યું અને પ્રસંગ આવતાં દશ દશ હજાર માણસની મેદની સમક્ષ તેનું દર્શન કરાવી સહુની પ્રશંસા પ્રાપ્ત કરી. સંયમસાધના પ્રત્યે અભિરુચિ :
આ રીતે સંગીત, નૃત્ય, ધાર્મિક શિક્ષણ તથા વ્યાવહારિક જ્ઞાનના યોગે જીવણલાલના જીવનનું ઘડતર થતું ગયું, તે સાથે તેમને સંયમસાધના પ્રત્યે પણ અભિરુચિ જાગી અને “કયારે સાધુ–મુનિશમણું બની આત્માનું કલ્યાણ કરું ?” એ ભાવના જોર પકડવા લાગી. પરંતુ સંસારી સંબંધો તેમાં અંતરાયરૂપ નીવડ્યા. જો કે વડીલ બંધુ શ્રમજીવનની અનુમોદના કરનારા હતા, પરંતુ કુટુંબીજનોએ મેહ અને લેકશરમના કારણે લીધેલી વિરોધી વલણને લીધે તેઓ એ માટે પિતાની સંમતિ જાહેર રીતે આપી શકતા ન હતા. સાધુજીવન માટે સબળ પ્રયત્ન
તેર વર્ષની ઉમરે જીવણલાલ ચોથી અંગ્રેજીમાં હતા, ત્યારે તેમણે સાધુજીવન માટે એક સબળ પ્રયત્ન કર્યો, પણ તે દેવટે સફળ