Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
માનભર્યું સ્થાન પામી ચૂક્યા હતા. તેમણે સં. ૧૯૭૨ના પિોષ સુદિ ૨ ને દિવસે એક પુત્રરત્નને જન્મ આપ્યો. તે ખૂબ જીવનવાળા હેઈને તેનું નામ જીવણલાલ પાડવામાં આવ્યું. પિતા અને માતાને સ્વર્ગવાસ :
જીવણલાલ જ્યારે ગર્ભાવસ્થામાં હતા, ત્યારે જ તેમના પિતા ટૂંકી માંદગીમાં સ્વર્ગે સીધાવી ગયા, એટલે તેઓ પિતાની છત્રછાયા મેળવવાને ભાગ્યશાળી થયા નહિ. વળી તેઓ પાંચ વર્ષની ઉમરના થયા, ત્યારે માતાનો પણ સ્વર્ગવાસ થયે, એટલે તેઓ વિષમ પરિસ્થિતિમાં આવી પડ્યા, પરંતુ ત્રણ મોટાભાઈઓ તથા બે મોટી બહેનેએ તેમના તરફ ખૂબ મમતા બતાવી, એટલે વિષમ પરિસ્થિતિનો ભાર ઘણે હળવો થઈ ગયો. વડીલ બંધુ શ્રી નગીનભાઈએ તેમને ઉછેરવામાં આનંદ મા. વધારે સ્પષ્ટ કહીએ તો તેમણે જીવણલાલને પિતાનાં હેતાળ હૈયાંની એટલી હુંફ આપી કે તેમને કદી માતા-પિતાની
ખોટ સાલી નહિ. વિદ્યાભ્યાસ અને ધાર્મિક શિક્ષણ
પાંચ વર્ષની ઉમરે જીવણલાલ નિશાળે બેઠા અને વિદ્યાભ્યાસ કરવા લાગ્યા. તેની સાથે પાઠશાળાએ જવાનું પણ શરૂ કર્યું અને ધાર્મિક શિક્ષણ લેવા માંડયું. તે વખતે સિનોરનિવાસી પંડિત શ્રી ચંદુલાલ નાનચંદ શાહ ત્યાં ધાર્મિક શિક્ષણ આપતા હતા. તેઓ નિર્વ્યસની, શાંત સ્વભાવના તથા સાધુભક્ત હેઈને વિદ્યાર્થીઓ પર તેમની ખૂબ સુંદર છાપ પડતી હતી. જીવણલાલ પણ એ જ છાપથી અંકિત થયા અને તેમનામાં પૂર્વજન્મના સંસ્કારોને લીધે તથા કૌટુંબિક ધાર્મિક વાતાવરણને લીધે જે ધર્મપરાયણતા પ્રાપ્ત થઈ હતી, તે પાંગરવા લાગી. સંગીત તથા નૃત્યની તાલીમ :
જીવણલાલ ૯-૧૦ વર્ષના થયા, ત્યારે સંગીતકલા તરફના