Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 35
________________ ૨૬ ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન જાય એવું સહજ સંભવ છે. ભોજન કે પૂજનની ક્રિયા જેટલા સમય સુધી ચાલે છે તેટલા સમયમાં હજારો લાખો પ્રકારના પરિણામ થઇ શકે છે. | ક્રિયાની જેમ જ આપણે પોતાના પ્રશંસનીય શુભ પરિણામોનો તો પ્રચાર કરવા ઇચ્છીયે છીએ અને લોકનિંદ્ય પરિણામોને છુપાવીને રાખવા માગીએ છીએ, ત્યાં સુધી કે આપણે તે અનુસાર ક્રિયા કરવાથી પણ બચવા માગીએ છીએ અને તે જ આપણા હિતમાં છે. ઉપદેશમાં પણ શુભ પરિણામની પ્રેરણા આપવામાં આવે છે, અશુભ ક્રિયા કે અશુભ પરિણામોને છોડવાની પ્રેરણા આપવામાં આવે છે. જોકે ઉત્તમ આર્જવધર્મના પ્રકરણમાં પરિણામોની સરલતા રાખવાની પ્રેરણા આપતા કહ્યું છે કે “મન મેં હોય તો વચન ઉચરિયે, વચન હોય તો તનસોંકરિયે'; પરંતુ આવી સ્થિતિ તો વીતરાગી મુનિરાજોની હોય છે, વિષય-કષાયમાં રચ્યા-પચ્યા ગૃહસ્થોને માટે તો એ જ યોગ્ય છે કે મનમેં હોય સો મનમે ધરિયે, વચન હોય તનસો નહિ કરિયે. આ પ્રમાણે સ્પષ્ટ થાય છે કે પરિણામ, જીવના ભાવ છે, જે ક્રિયાથી નિરપેક્ષ રહી પોતાની તત્સમયની યોગ્યતાનુસાર પોતાના સ્વકાળમાં પોતે ઉત્પન્ન થાય છે. (૩) અભિપ્રાયરૂપી પડદો: ક્રિયા અને પરિણામના સ્વરૂપની વિસ્તારથી ચર્ચા કર્યા પછી અભિપ્રાયની ચર્ચા જરૂરી છે. એ તો પહેલાં કહેવામાં આવ્યું છે કે અહીં અભિપ્રાયનો આશય શ્રદ્ધા ગુણની પર્યાય સાથે છે જેને પ્રતીતિ કે અભિનિવેશ પણ કહે છે. અહીં તો ક્રિયા અને પરિણામના સંદર્ભમાં અભિપ્રાયનું સ્વરૂપ વિશેષ સ્પષ્ટ કરવું આવશ્યક છે. પ્રશ્ન:- મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ૯૦ ઉપર જાણેલા પદાર્થની શ્રદ્ધાને જ્ઞાનનું કાર્ય કહ્યું છે, તો શું શ્રદ્ધા, જ્ઞાન ગુણની પર્યાય છે ? ઉત્તર :- શ્રદ્ધા અને જ્ઞાનમાં મિથ્યાપણું અને સમ્યકપણું એક સાથે હોવાની અપેક્ષાએ અનેક સ્થાને એ બન્નેના અભેદનું કથન પણ કરવામાં આવે છે.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116