Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 67
________________ પ૮ ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન હોય અને અંગ્રેજીમાં નબળો, તો તેણે ગણિતના અધ્યાપકની રજા (અનુમતિ) લઇ પુસ્તકાલયમાં અંગ્રેજીનું અધ્યયન કરવું જોઇએ; પરંતુ ગણિતના વર્ગમાં બેસી અંગ્રેજી વાંચવાથી ગણિતના વિષયનું તથાગણિતના અધ્યાપકનું અપમાન થશે અને ખોટી પરંપરાને પ્રોત્સાહન મળશે. ગાંધીજીને પણ એકવાર બીમાર પિતાની સેવા કરવા માટે વર્ગમાં ગેરહાજર રહેવાથી દંડ થયો હતો. પરિણામોના અસંખ્યાત ભેદ હોય છે, માટે ઉપરનું વિવેચન સ્થૂળ દષ્ટિથી કરવામાં આવ્યું છે એવું સમજવું જોઈએ. જો પૂજનમાં કોઇ તત્ત્વની વાત આવે અને મન તેમાં જ રમે તો તે પૂજનની સાર્થકતા થઈ. તે પરિણામ પૂજનના પ્રયોજનના પોષક હોવાથી સુધરેલામાં જ ગણાશે. પ્રશ્ન:- અભિપ્રાય સુધર્યા વગર પરિણામ સુધરી શકે છે કે નહીં? ઉત્તર :- અભિપ્રાય સુધર્યા વગર અર્થાત્ સમ્યગ્દર્શન થયા વિના વીતરાગ ભાવ પ્રારંભ જ નથી થતો અર્થાત્ પરિણામ સુધરી શકતા નથી. માટે તો સમ્યગ્દર્શનને મોક્ષમહેલની પ્રથમ સીડી કહેવામાં આવ્યું છે. વ્યવહારિક દૃષ્ટિથી સમ્યક્ત્વ સમ્મુખ મિથ્યાષ્ટિને થનારી તસ્વરૂચિ, આત્મહિતની ભાવના, તત્ત્વ નિર્ણય, સ્વરૂપ સન્મુખતાનો પ્રયત્ન વગેરે શુભભાવોને સુધરેલા પરિણામ કહેવામાં આવે છે. તીવ્ર પાપની અપેક્ષાએ મંદ પાપને પણ સુધરેલા પરિણામ કહે છે, પણ આ બધું ધૂળ /લૌકિક / વ્યવહાર કથન છે. પ્રશ્ન:- જો ધંધો વ્યાપાર કરતી વખતે તત્ત્વ-ચિંતન કરવા લાગે તો તે પરિણામ બગડેલા કહેવાશે કે સુધરેલા ? ઉત્તર :- જો વ્યાપારમાં નુકશાનીનું નિમિત્ત હોવાથી તે પરિણામ બગડેલા હોય; તો પણ આત્મહિતની દૃષ્ટિથી તે પરિણામ સુધરેલા જ કહી શકાય. ધંધો-વ્યાપાર, વિષય-કષાય વગેરેના પરિણામોનું બગડવું અર્થાત્ તેમાં મંદતા આવવી, ઉત્સાહ હીન થવું - એમાં જ આત્મહિતના અવસરો મોક્ષમાર્ગ પ્રકાશકમાં ધર્મબુદ્ધિથી ધર્મધારક વ્યવહારાભાસીનું

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116