Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 78
________________ અધ્યાય-૬:સ.ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ, ૫.અને અ. ૧૯ થઇ ગયાં હતાં. એકવખત તે કોઇપ્રીતિ-ભોજનમાં ગયો. જયારે તેને મીઠાઇ ખાવાનો આગ્રહ કરવામાં આવ્યો ત્યારે તેણે દ્રઢતાપૂર્વક ના કહેતાં તેને પૂછવામાં આવ્યું કે શું વાત છે, મીઠાઇ પસંદ નથી કે શું? ત્યારે તે બોલ્યા “શું કહ્યું ભાઈ! કયારેક મારા પણ એવા દિવસો હતા જયારે ઓછામાં ઓછી પા કીલો મીઠાઇ વગર જમવાનું ભાવતું ન હતું, પણ હવે જીવ બચાવવાની મજબૂરી છે, માટે મીઠાઇ ખાવાનો વિચાર પણ આવતો નથી.' જરા વિચાર કરો ! મીઠાઇ ખાવાની જરાય ઈચ્છા ન હોવા છતાં પણ તે વ્યકિતને મીઠાઇપસંદ છે કે નહીં? તો મીઠાઈ ખાવામાં આનંદમાને છે કે નહીં?મીઠાઇ ખાવામાં તેની સુખ બુદ્ધિ જ અભિપ્રાયની વાસના છે. જો કે તે મીઠાઇ ખાતો નથી, મીઠાઇ ખાવાનો રાગ પણ નથી, પરંતુ મીઠાઈ ખાવામાં સુખ છે - એવી માન્યતા મટી નથી, અર્થાત્ અભિપ્રાયમાં વાસના વિદ્યમાન છે. આવી પરિસ્થિતિ માત્ર ડાયાબીટીશ વાળાઓની કે બીમાર લોકોની જ હોય છે - એવું નથી. અનેક પ્રસંગોમાં આપણી બધાની આવી જ સ્થિતિ હોય છે. જયારે આપણે ભરપેટ ભોજન કર્યું હોય ત્યારે આપણી ભોજના કરવાની ઇચ્છા જરાય હોતી નથી. જો કોઇ બહુ આગ્રહપૂર્વક જબરદસ્તીથી એકાદ રસગુલ્લું ખવડાવે તો આપણને બહુ કષ્ટ થાય છે, માટે આપણે વિનમ્રતાપૂર્વકના પાડીએ છીએ. આવી સ્થિતિમાં શું આપણને ભોજન પ્રત્યે દ્વેષ થઇ ગયો છે? શું આપણે તે સમયે ભોજન કરવામાં સુખ નથી માનતા? ચોક્કસ માનીએ છીએ. આપણી ભોજન કરવાની ઇચ્છા હોય કે નહીં ? આપણે ભોજન કરીએ કે નહીં? પરંતુ ભોજનમાં સુખ છે – આપણી એ માન્યતા નિરંતર કાયમ રહે છે. આ જ છે અભિપ્રાયની વાસના. ભોજનની જેમ જ પંચેન્દ્રિયોના સમસ્ત વિષયોમાં સુખબુદ્ધિ તથા વ્રત, શીલ, સંયમ વગેરે ધર્માચરણમાં ધર્મબુદ્ધિ હોવાથી આપણી એવી જ સ્થિતિ છે.

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116