Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 99
________________ ક્રિયા. પરિણામ અને અભિપ્રાય : એક અનુશીલન ઉપરના કથન પરથી સ્પષ્ટ થાય છે કે સમ્યગ્દર્શન-જ્ઞાન વિના સમ્યચારિત્ર નથી થતું, માટે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરવા અભિપ્રાયની ભૂલ મટાડવી જરૂરી છે. અને અભિપ્રાયની ભૂલ સ્પષ્ટ કરવા માટે દ્રવ્યલિંગી મિથ્યાદૃષ્ટિ મુનિના સ્વરૂપનું વર્ણન કર્યું છે. માટેઅહીં તેમની નિંદાનો આશય ન લેવો જોઇએ. પ્રશ્ન :- આપ ભલે નિંદા ન કહો, પરંતુ અમે તો તેને નિંદા જ સમજશું? ૯૦ ઉત્તર :- ભાઇ ! નિંદા જ સમજવી હોય તો આપણી પોતાની નિંદા જ સમજો, બીજાઓની નહી. કારણ કે આપણું ભલું બૂરું તો આપણાં પરિણામોથી જ થાય છે. આપણે પણ પહેલાં અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કરીને પણ વિપરીત અભિપ્રાયનો નાશ કર્યો નથી, તેથી આજ સુધી સંસારમાં ભ્રમણ કરી રહ્યાં છીએ. માટે પોતાના વિપરીત અભિપ્રાયની ન કેવળ નિંદા જ કરવી પણ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજી તેને વહેલી તકે છોડી દેવી જોઇએ. બીજી વાત એ પણ છે કે અહીંયા દ્રવ્યલિંગી મુનિ કોઇ વ્યક્તિ વિશેષનો પરિચય નથી આપતા. આ ભૂલ તો અમે-તમે બધાય કરી રહ્યા છીએ. માટે તે સૈદ્ધાન્તિક નિરૂપણ છે. વ્યક્તિગત નથી. એ વાત તો પહેલાં જ આવી ગઇ છે કે બીજાઓનું મૂલ્યાંકન તેમની બાહ્ય ક્રિયાથી કરવું જોઇએ, પરંતુ આપણું પોતાનું મૂલ્યાંકન પોતાના પરિણામ અને અભિપ્રાયથી કરવું જોઇએ; માત્ર બાહ્ય ક્રિયાથી નહીં. બીજાઓની માત્ર ક્રિયા જ દેખાય છે અને પરિણામ તો ક્ષણે ક્ષણે બદલાતા રહે છે, તથા અભિપ્રાય તેનાથી વધારે ઊંડી ગુપ્ત ગુફામાં છુપાયેલો રહે છે. માટે બીજાઓનું મૂલ્યાંકન ક્રિયાથી જ સંભવ છે અને એ વાત યોગ્ય પણ છે. લોકમાં પણ એ જ વ્યવસ્થા છે. પોતાના પરિણામ તો આપણે પોતે જાણીએ છીએ જ અને પરિણામોની પરંપરાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી પોતાના અભિપ્રાયને પણ યથા સંભવ જાણી શકીએ છીએ. આપણા સુખ-દુ:ખનો સંબંધ પણ અભિપ્રાય અને પરિણામોથી છે; માટે પોતાના અભિપ્રાયની

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116