Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 108
________________ અધ્યાય-૬:સ. ચારિત્ર માટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાંકિ, ૫. અને અ. ૯૯ (૪) અભિપ્રાયમાં વિપરીતતા રહેવાથી પરિણામોમાં વીતરાગતાનો અંશ પણ પ્રગટ નથી થઈ શકતો. (૫) પર્યાયો પરથી દૃષ્ટિ હટાવી દ્રવ્ય-સ્વભાવ પર દષ્ટિ કરવાથી જ અભિપ્રાય સમ્યફ થાય છે અને મોક્ષમાર્ગ પ્રગટ થાય છે. " આ પ્રકારે યથાર્થ તત્ત્વનિર્ણય કરવાથી દષ્ટિ-સ્વભાવ-સન્મુખ થવાથી તત્કાળ મુક્તિમાર્ગ પ્રગટ થાય છે. આપણે બધા આ વિષયને ઊંડાણપૂર્વક સમજી જિનાગમના આલોકમાં વસ્તુ-સ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી એક, અભેદ, સામાન્ય, નિત્ય, જ્ઞાયક સ્વભાવની અનુભૂતિથી અભિપ્રાય અને પરિણામોને સ્વસમ્મુખ કરીને અપુનર્ભવરૂપ શાશ્વત સિદ્ધપદ પ્રાપ્ત કરીએ - એવી ભાવના સાથે આ પ્રકરણ પૂર્ણ કરુ છું. પ્રશ્ન - ૧. વ્યવહારાભાસી મિથ્યાદૃષ્ટિકોને કહેવાય? તે કેટલા પ્રકારના હોય છે? તેઓનું સંક્ષિપ્ત સ્વરૂપ જણાવો. ૨. પંડિત ટોડરમલજીએ ક્રિયા, પરિણામ અને અભિપ્રાયની ચર્ચા ક્યા પ્રકરણમાં અને કેવા પ્રકારે કરી છે? ૩. ‘બાહ્ય ક્રિયા પર તો તેમની દૃષ્ટિ છે, પરિણામ સુધરવા બગડવાનો વિચાર નથી' આ કથનની વ્યાખ્યા કરો. ૪. પરિણામોનું સુધરવું કે બગડવું શું છે? સ્પષ્ટ કરો. ૫. વ્યવહારાભાસીના ધર્માચરણમાં થનારી વિકૃતિઓનું વિશ્લેષણ કરો. ૬. આપણી ભક્તિ પૂજા વગેરેમાં જોવા મળતી વિકૃતિઓની ચર્ચા કરો.

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116