Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 83
________________ ૭૪ ક્રિયા. પરિણામ અને અભિપ્રાય: એક અનુશીલન કરે, જો થોડા રાગાદિક મટ્યા હોય તો નીચા જ પદમાં પ્રવર્તે, પરંતુ ઉચ્ચપદ ધરાવી નીચી ક્રિયા ન કરે.” પ્રશ્ન :- ક્રિયા અને પરિણામનું આવું સંતુલન કેવી રીતે થાય છે? ઉત્તર :- વાસ્તવમાં અભિપ્રાયની વિપરીતતા મટ્યા પછી અર્થાત્ સમ્યગ્દર્શન થયા બાદ ભૂમિકા અનુસાર પરિણામ અને ક્રિયા સહજ થાય છે, મંદ કષાયી મિથ્યાદષ્ટિજીવને પણ કષાયોની મંદતા હોવાથી તદ્દાનુકૂળ બાહ્ય ક્રિયા પણ સહજ જ થાય છે. આ પ્રમાણે યથાર્થ અભિપ્રાયને નિમિત્તે પરિણામોમાં આંશિક શુદ્ધિ તથા મંદકષાયરૂપ પરિણામોને નિમિત્તે ક્રિયા પણ ધર્માચરણરૂપ થઇ જાય છે. જો કે આ ત્રણે સ્વતંત્ર અને પરસ્પર નિરપેક્ષ છે; તો પણ તેમાં એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ પણ સહજ થાય છે. મંદ કષાયને નિમિત્તે વ્રતાદિરૂપ ક્રિયા થયા બાદ પણ અભિપ્રાયની સૂક્ષ્મ ભૂલનું નિરૂપણ કરવા પંડિતજી મોક્ષમાર્ગ પ્રકાશક પૃષ્ઠ ૨૫૧ પર લખે છે : “વળી ઘણાં જીવ અણુવ્રત-મહાવ્રતાદિરૂપ યથાર્થ આચરણ કરે છે તથા આચરણાનુસાર જ પરિણામ છે, કોઇ માયા-લોભાદિકનો અભિપ્રાય નથી; એને ધર્મ જાણી મોક્ષ અર્થે તેનું સાધન કરે છે, કોઈ સ્વર્ગાદિકના ભોગોની ઇચ્છા રાખતો નથી, પરંતુ પ્રથમ તત્ત્વજ્ઞાન ન થયેલું હોવાથી પોતે તો જાણે છે કે “હું મોક્ષનું સાધન કરું છું” પણ મોક્ષનું સાધન જે છે તેને જાણતો પણ નથી, કેવળ સ્વર્ગાદિકનું જ સાધના કરે છે. સાકરને અમૃત જાણી ભક્ષણ કરે છે પણ તેથી અમૃતનો ગુણ તો ન થાય; પોતાની પ્રતીતિ અનુસાર ફળ થતું નથી પણ જેવું સાધન કરે છે તેવું ફળ લાગે છે.” ઉપર આપેલ ગદ્યાશમાં ક્રિયા, પરિણામ અને અભિપ્રાયની સ્થિતિ નીચે મુજબ વ્યક્ત કરી છે.. ક્રિયા :- અણુવ્રત-મહાવ્રતાદિરૂપ યથાર્થ આચરણ કરે છે. પરિણામ :- આચરણાનુસાર પરિણામ છે; માયા લોભાદિકનો

Loading...

Page Navigation
1 ... 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116