________________
અધ્યાય-૬:સ. ચાત્રિમાટે કરવામાં આવેલ વિપરીત પ્રયત્નોના સંદર્ભમાં કિ,૫. અને અ.
૬૫
જેમ કે - તરસ લાગે ત્યારે પાણી તો ન પીએ પણ અન્ય અનેક પ્રકારના શીતલ ઉપચાર કરે, વા ઘી તો છોડે પણ અન્ય સ્નિગ્ધ વસ્તુ ઉપાય કરીને પણ ભક્ષણ કરે, એ પ્રમાણે અન્ય પણ જાણવું.'
ક્રિયા અને પરિણામોનો સુમેળ કેવો હોય છે. તેનું દિગ્દર્શન કરાવતા પંડિતજી પાના ૨૫૦ પર લખે છે – સાચા ધર્મની તો આ આમ્નાય છે કે જેટલા પોતાના રાગાદિક દૂર થયા હોય તે અનુસાર જે પદમાં જે ધર્મક્રિયા સંભવે તે બધી અંગીકાર કરે, જો થોડા રાગાદિક મટ્યા હોય તો નીચા જ પદમાં પ્રવર્તે, પરંતુ ઉચ્ચપદ ધારણ કરી નીચી ક્રિયા ન કરે.”
પરિણામોની સુધરવા-બગડવાની ચર્ચા ઉપરાંત પંડિતજી લખે છે .....અને પરિણામોનો પણ વિચાર હોય તો જેવાપોતાના પરિણામ થતા દેખાય તેના પર જ દષ્ટિ રહે છે, પરંતુ તે પરિણામોની પરંપરાનો વિચાર કરવા પર અભિપ્રાયમાં જે વાસના છે, તેનો વિચાર કરતા નથી.”
ઉપર કથન કરેલ ગયાંશમાં ‘પરિણામોની પરંપરા' અને અભિપ્રાયની વાસના” એ બે શબ્દો વિચારણીય છે.
પરિણામોની પરંપરા :- પરિણામોની પરંપરાનો આશય તે મૂળ નિયંત્રણ બિન્દુનો છે જે પરિણામોને પોતે સંચાલિત કરે છે. પરંપરાનું સ્વરૂપ સમજવા આપણે એવો વિચાર કરવો જોઇએ કે આપણાં આ શુભાશુભ પરિણામો શા માટે થઇ રહ્યાં છે? તેનો જે જવાબ આવશે તે પરિણામોની પરંપરા અર્થાત્ અભિપ્રાયની વાસના બતાવનારો હશે. જો કદાચ તે જવાબથી અભિપ્રાયનું સ્વરૂપ સ્પષ્ટ ન થાય, તો ફરી ફરીને પ્રશ્નચિન્હ લગાવો કે આમ શા માટે થઇ રહ્યું છે? આ પ્રક્રિયાને બે ચાર વાર અપનાવવાથી પરિણામોની ઘડિઓ નીચે છુપાયેલો અભિપ્રાય સ્પષ્ટ થતો જશે.
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયમાં ઉત્તરોત્તર સૂક્ષ્મતા બતાવતી વખતે તે પ્રક્રિયાને ધન કમાવાના ઉદાહરણથી સમજાવ્યું છે. અહીં પાછું એક વધુ ઉદાહરણ આપી તેને વધારે સ્પષ્ટ કરવામાં આવે છે :