Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 56
________________ અધ્યાય - ૫: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ ૪૭ વાડમય(જિનવાણી) તેમજ તેની જ પરંપરામાં થયેલા સેંકડો જ્ઞાની વિદ્વાનોએ મિથ્યાત્વને જ સંસારનું મૂળ કારણ પ્રતિપાદિત કરતા સ્પષ્ટ ઘોષણા કરી છે કે અભિપ્રાયની વિપરીતતાનો નાશ થયા વગર અર્થાત્ સમ્યગ્દર્શન પ્રગટ કર્યા વગર, ધર્મનો અર્થાત્ મુકિતના માર્ગનો પ્રારંભ જ થતો નથી. પંડિત ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથાથી સાતમા અધિકાર સુધી મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રનું નિરૂપણ કરી અભિપ્રાયની ભૂલનું વિસ્તારથી વિવેચન કર્યું છે. આ ચારેય અધિકારમાં તેમણે મિથ્યાત્વ વિરૂદ્ધસશકત ક્રાંતિનું બિગુલ વગાડ્યું છે. જેની ઝલક આ ચારે અધિકારોના મંગલાચરણમાં જ મળી જાય છે. અહીં ક્રમશ: તે મંગલાચરણ આપ્યું છે તેમાં મિથ્યાદર્શન-જ્ઞાન-ચારિત્રને માટે મિથ્યાભાવ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ઇસ ભવ કે સબ દુઃખનિ કે, કારણ મિથ્યાભાવી તિનકી સત્તા નાશ કર, પ્રગટે મોક્ષ અપાવ | અધ્યાય-૪ બહુવિધિ મિથ્યામતનિ કરિ, મલિન ભયો નિજ ભાવા તાકો હોત અભાવ હૈ, સહજરૂપ દરસાવ || અધ્યાય-૫ મિયા દેવાદિ ક ભજે, હો હૈ મિટયાભાવ | તજ તિનકો સાંચે ભજો, યહ હિત-હેત-ઉપાવ | અધ્યાય-૬ ઇસ ભવતરૂ કા મૂલ ઈક, જાનહુ મિથ્યાભાવ ! તાકો કરિ નિર્મુલ અબ, કરિએ મોક્ષ ઉપાવ | અધ્યાય-૭ સાતમા અધિકારના મંગલાચરણમાં મિથ્યાત્વ ને સંસારવૃક્ષના મૂળિયાં બતાવવામાં આવ્યા છે. વૃક્ષના પાંદડાં ફળ-ફૂલ, ડાળીઓ વગેરે બધા અંગો દેખાય છે; પરંતુ તેના મૂળિયાં દેખાતાં નથી; કારણ તે જમીનની અંદર રહે છે. મૂળિયાં દેખાતા નથી છતાં સંપૂર્ણ વૃક્ષનો આધાર તો તે જ છે. મૂળિયાં દ્વારા જ વૃક્ષ પોતાનો ખોરાક લઇ જીવતું રહે છે. આમ જ બાહ્ય અનુકૂળ પ્રતિકૂળ સંયોગ સંસારરૂપી વૃક્ષના પાંદડા તથા ફળ-ફૂલ જેવા છે, શુભાશુભભાવ તેની ડાળિઓ છે અને મિથ્યાત્વ તેના મૂળિયાં છે. બાહ્ય સંયોગ તો દુનિયાને દેખાય છે, ક્રિયાના માધ્યમથી શુભાશુભ પરિણામ પણ

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116