________________
અધ્યાય - ૫: ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ
૪૧
હશે કે “શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છું, મુનિરાજ પરનો ઉપસર્ગ દૂર કરવો મારી ક્રિયા નથી તથા આવો શુભભાવ પણ મારું સ્વરૂપ નથી' - આ પ્રકારના અભિપ્રાય સાથે તેના પરિણામ એવા પ્રકારના થયા કે - “ધન્ય છે આ મુનિરાજ, જે પોતાના સ્વરૂપની સાધના કરી રહ્યાં છે અને ધિક્કાર છે આ સિંહને, જે આવા મહાન ધર્માત્મા પર ઉપસર્ગ કરી રહ્યો છે, ભલે મારા પ્રાણ પણ કેમ ન ચાલ્યો જાય, પરંતુ હું મુનિરાજ પર ઉપસર્ગ નહીં થવા દઉં'.
આમ ભૂંડનો અભિપ્રાય તેના પરિણામો અને ક્રિયાથી ભિન્ન હતો. આ સમ્યફ અભિપ્રાયને કારણે તેને સિંહ સાથે લડતી વખતે પણ આંશિક શુદ્ધતા અને સંવર-નિર્જરા વર્તી રહ્યાં હતાં અને શુભ પરિણામથી દેવાયુનો બંધ થઈ રહ્યો હતો. શુભ બંધમાં તેનાં પરિણામ નિમિત્ત માત્ર હતાં, પણ ક્રિયા તો જડ શરીરમાં થઈ રહી હતી, માટે તે શુભ બંધમાં તેનું કોઇ યોગદાન ન હતું.
જો પેલા ભૂંડને અજ્ઞાની માની લઇએ તો ઉપર જણાવેલ શુભભાવ સાથે તે અભિપ્રાયમાં પોતાને ભૂંડ માની મુનિરાજનો ઉપસર્ગ દૂર કરવાની ક્રિયાનો કર્તા માનતો હતો. આવા વિપરીત અભિપ્રાયને કારણે તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોનો બંધ થઇ રહ્યો હતો, પરંતુ શુભ પરિણામોમાં મરણ થવાથી તે સ્વર્ગમાં ગયો.
આ પ્રમાણે એક વાત અત્યંત સ્પષ્ટ થઇ જાય છે કે ક્રિયા ન તો પાપ-બંધનું કારણ છે, ન પુણ્ય-બંધનું કે ન મુક્તિનું કારણ. ક્રિયા તો ‘પેકિંગ છે અને પરિણામ “માલ” છે. જેવો માલ હશે, તેવું જપેકિંગ કહેવાશે.
ક્રિયા તો પરિણામોની જ અભિવ્યક્તિ છે અર્થાત્ આપણે મનને નિમિત્તે થવાવાળા રાગાદિ ભાવોને વચન અને કાયના માધ્યમથી વ્યકત કરીએ છીએ. વચન અને કાયની ક્રિયાઓ પણ ઇચ્છાઓની પૂર્તિ માટે જ કરવામાં આવે છે.
- મનના વિકલ્પાનુસાર થનાર ક્રિયાઓ આપણા સંયોગ-વિયોગ,