Book Title: Kriya Parinam ane Abhipray
Author(s): Abhaykumar Jain, Deepak M Jain
Publisher: Todarmal Granthamala Jaipur

View full book text
Previous | Next

Page 52
________________ અધ્યાય - ૫ : ક્રિયા, પરિણામ અને અભિપ્રાયનો જીવન પર પ્રભાવ આલીશાન વાતાનુકૂલ ઘરમાં રહીને પણ ફેક્ટરીની હડતાળની ચિંતાને કારણે વિવિધ પ્રકારની મીઠી વાનગીઓ આરોગવા છતાં ન તો તેમનો આનંદ માણી શકે છે કે ન તો ડનલોપના ગાદલા પર આળોટતા ચેનથી ઊંઘી શકે છે. ૪૩ પરિણામોના અનુકૂળ ક્રિયા હોય કે ન હોય, પરંતુ તીવ્ર કષાયમાં તીવ્ર દુઃખ અને મંદ કષાયમાં મંદ દુ:ખ થાય છે. તીવ્ર દુ:ખ કરતા મંદ દુ:ખ થવાને કારણે આપણે પોતાને સુખી અનુભવીએ છીએ. રાગ-દ્વેષ જ આપણા સુખી-દુ:ખી થવામાં મૂળ કારણ છે. આ પ્રમાણે આપણે પરિણામોથી સુખીદુ:ખી થઇએ છીએ અને તે અનુસાર લૌકિક પ્રવૃત્તિ પણ કરીએ છીએ. આમ સુખ-દુ:ખનો સંબંધ પણ ઔદયિક પરિણામોથી છે, બાહ્ય સંજોગો અને ક્રિયાઓથી નથી. પ્રશ્ન :- બાહ્ય ક્રિયાઓનું ફળ શૂન્ય અને પરિણામોનું ફળ શતપ્રતિશત કેમ છે ? ઉત્તર :- વાસ્તવમાં ક્રિયાનો કર્તા આત્મા છે જ નહી, કારણ બાહ્ય ક્રિયામાં આત્માની અને આત્મામાં બાહ્ય-ક્રિયાઓની નાસ્તિ છે, અર્થાત્ તેઓમાં પરસ્પર અત્યંત અભાવ છે. જયારે ક્રિયાની અપેક્ષાએ આત્માનું અસ્તિત્વ જ નથી, તો તે ક્રિયા નો કર્તા શી રીતે હોઇ શકે છે ? અને જયારે તે ક્રિયાનો કર્તા નથી, તો તેને ક્રિયાનું ફળ ન જ મળે - આ વાત ન્યાય સંગત જ છે. પરિણામોનો કર્તા આત્મા જ છે માટે તે જ તેનાં ફળ અર્થાત્ સુખદુ:ખ ભોગવે છે આ વિષયને વિસ્તારથી સમજવા માટે ગ્રંથાધિરાજ સમયસારજીનો કર્તા-કર્મ અધિકાર અને તેની ટીકાનું ઊંડું અધ્યયન-મનન કરવું જોઇએ. - પ્રશ્ન :- આત્મા શરીરાદિની ક્રિયાનો કર્તા નથી આ વાત તો નિશ્ચયનયની છે; પણ વ્યવહારનયથી તો તેને કર્તા કહે છે, તો તેને ક્રિયાનું ફળ કેમ મળતું નથી ?

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116