________________
અહેવાય
(પ)
ક્રિયા, પરિણામઅો અભિપ્રાયલોજીવન પર પ્રભાવ
ક્રિયા, પરિણામ અને અભિપ્રાયની પરિભાષા, સ્વરૂપ આદિને સંબંધે આવશ્યક ચર્ચા કરવા ઉપરાંત એ જાણવું આવશ્યક છે કે આપણા જીવનમાં તેનો શો પ્રભાવ પડે છે?
જો લૌકિક જીવનના સંદર્ભમાં વિચાર કરવામાં આવે તો એટલું તો સ્પષ્ટ જ છે કે આપણી ક્રિયાઓ જ જગતને પ્રભાવિત કરે છે તથા આપણે બીજાઓની ક્રિયાઓથી પ્રભાવિત થઇએ છીએ. પરિણામ પણ જયાં સુધી ક્રિયામાં ન ઊતરે અર્થાત્ ક્રિયાવંત ન થાય, ત્યાં સુધી તેમનો લોક જીવન પર કોઈ પ્રભાવ પડતો નથી. જો કોઇ વ્યક્તિને ચોરી કરવાનો કે કોઇની હત્યા કરવાનો ભાવ આવે, પરંતુ તે ચોરી કે હત્યા ન કરે તો તેનાથી બીજાને કોઇ ફરક પડશે નહીં. માટે લોકિક કાયદો પણ માત્ર પરિણામોના આધાર પર કોઈને અપરાધી નથી માનતો. તે તો ત્યારે જ અપરાધી માને, જયારે ક્રિયામાં અપરાધ થઇ જાય. આ વિષય પરડૉ. હુકમચંદજી ભાટિલ્લે પોતાની કૃતિ “અહિંસા : એક વિવેચન' માં વધુ પ્રકાશ પાડ્યો છે.
પરિણામોની જેમ અભિપ્રાય પણ લોકજીવન પર સીધો પ્રભાવ નથી. પાડતો. તે પણ પરિણામોના માધ્યમથી વાણીમાં કે ક્રિયામાં વ્યક્ત થાય, ત્યારે જ પ્રભાવિત કરે છે. જો કોઇ વ્યક્તિ તમારા મકાનને પોતાનું મકાન માને, પરંતુ કોઇને કંઇ કહે નહીં અને તમારા મકાનમાં જાય પણ નહીં, તો તેથી તમને શો ફરક પડશે? કંઇ જ નહીં.