Book Title: Karmgranth 05 by 04 Prashnottari Author(s): Narvahanvijay Publisher: Padarth Prakashan Trust View full book textPage 8
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ * * * (શતકનામાં પાંચમો કર્મગ્રંથ ભાગ - ૪) રસબંધાધિકાર વર્ણન પ્રશ્નોત્તરી તથા પ્રદેશબંધાધિકારાદિ પ્રશ્નોત્તરી વર્ણન તિબો અસુહ સુહાણ સંકેસવિસોહીઓ વિવજ્યઓ પંદરસો ગિરીમહિરય જલરેહા સરિસ કસાહિ ૬૩ ભાવાર્થ - અશુભ પ્રકૃતિનો તથા શુભ પ્રકૃતિનો તીવ્રરસ અનુક્રમે સંકલેશ તથા વિશુદ્ધિ વડે બંધાય છે. મંદરસ વિપરીત પણા વડે બંધાય પર્વત-પૃથ્વી-રેતી અને પાણીને વિષે કરેલ રેખા સમાન કષાયો વડે ૬૩ ચઊ ઠણાઈ અસુહો સુહના વિશ્વદેસ આવરણા પુમ સંજલણિગ દૂતિ ચઊ ઠાણ રસા સેસ દુગમાઈ ૬૪ | ભાવાર્થ - અશુભ પ્રકૃતિઓનો ચાર ઠાણીયો વગેરે રસ થાય. શુભ પ્રકૃતિનો વિપરીત પણે ચતુઃસ્થાનાદિ રસ થાય. પાંચ અંતરાય દેશઘાતી આવરણ કરનારી ૭ પ્રકૃતિઓ પુરુષવેદ અને સંજવલન ૪ કષાયો એ સત્તર પ્રવૃતિઓ એક ઠાણીયા, બે ઢાણીયા, ત્રણ ઠાણીયા, ચાર ઠાણીયા રસવાળા છે. અર્થાત્ રસયુક્ત બંધાય છે. ૬૪ રસ (અનુભાગ)નું સ્વરૂપ પ્રમ ૧. સર્વજધન્ય કર્મ વર્ગણાને વિષે રસના પરમાણુ કેટલા હોય ? સર્વજઘન્ય કર્મ વર્ગણાને વિષે સર્વજીવ કરતાં અનંતગુણા રસના પરમાણુઓ હોય છે. પ્રમ ૨. એક એક પરમાણુને વિષે રસવિભાગ (પલિચ્છેદો) કેટલા હોય ? ઉત્તર એક એક પરમાણુઓને વિષે સર્વ જીવથી અનંતગુણા રસવિભાગ (પલિચ્છેદો) હોય છે. પ્રશ્ન ૩. રસવિભાગ (પલિચ્છેદ) કોને કહેવાય? ઉત્તર કેવળજ્ઞાનીઓ પોતાના જ્ઞાનથી જે રસના બે ભાગ ન કરી શકે તે રસ વિભાગ (પલિચ્છેદ) કહેવાય છે. પ્રશ્ન ૪. રસવિભાગ (પલિચ્છેદ)ને શું કહેવાય છે ? ઉત્તર આવા રસંવિભાગ (પલિચ્છેદ)ને ભાવાણું એટલે ભાવપરમાણુ કહેવાય છે. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 104