Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 77
________________ ૭૦ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ - ભાવાર્થ :- મિથ્યાદ્રષ્ટિ અને અવિરતિ સમદ્રષ્ટિ આદિ ચાર ગુણાણાવાળા આયુષ્ય કર્મનો, બીજા-ત્રીજા ગુણસ્થાનક વિના મિથ્યાત્વાદિ સાત ગુણઠાણાવાળા મોહનીય કર્મનો, સુક્ષ્મ સંપરાવાળો છ કર્મનો અને સત્તર ઉત્તર પ્રકૃતિનો અવિરતિ બીજા કષાયોનો અને દેશવિરતિ ત્રીજા કષાયોનો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે. # ૯૦ અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક્વાળો પુરુષવેદ-સંજવલન કષાય એ પાંચનો અને મિથ્યાત્વી અથવા સમદ્રષ્ટિ શુભ વિહાયોગતિ-મનુષાયુષ્યદેવત્રિક-સુભગત્રિક-વૈક્રીયદ્રિકસમચતુરસ્ત્ર સંસ્થાન-અશાતા વેદનીય અને વૃજ8ષભનારા સંઘયણ આ ૧૩નો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. [ ૯૧ | સમદ્રષ્ટિ જીવો નિદ્રાક પ્રચલા બે યુગલ ભય -જુગુપ્સા અને તીર્થંકર નામ કર્મને તથા સુથતિ આહારક દ્રિકને નામની ૩૦ બાંધતો ઉત્કૃષ્ટ પ્રવેશ બંધ કરે. બાકીની ૬૬ પ્રકૃતિ ઓનો ઉત્કટ યોગી ઓછી પ્રકૃતિઓનો બંધ કરતાં મિથ્યાદ્રષ્ટિ જીવો જ ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કરે છે # ૯૨ If પ્ર“ન ૪૪૨. આયુષ્ય કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર મિથ્યાદ્રષ્ટિ તથા ચારથી સાત ગુણસ્થાનકવાળા જીવો એમ પાંચ ગુણસ્થાનકવાળા જીવો ઉત્કૃષ્ટ યોગી સન્ની પર્યામા જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૪૩.સાસ્વાદન ગુણસ્થાનકે આયુષ્ય બંધાય છે છતાં કેમ ગ્રહણ કરેલ નથી ? " ઉપર ઉત્કૃષ્ટ યોગ ન હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશ બંધમાં લીધું નથી. અલ્પકાલિક ન હોવાથી તથાવિધ પ્રયત્નનો અભાવ અથવા અન્ય કોઈ કારણથી લીધેલ નથી. પ્રશ્ન ૪૪૪.મિશ્ર તથા અપૂર્વકરણાદિ ગુણસ્થાનક કેમ ન લીધા? ઉત્તર મિશ્ર તથા અપૂર્વકરણાદિ ગુણસ્થાનકે આયુષ્યનો બંધ ન હોવાથી તે ગ્રહણ કરેલ નથી.. પ્રા ૪૪૫. મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કોણ કરે? જાર બીજા ત્રીજા ગુણસ્થાનક વિના અને ૪થી ૮ ગુણસ્થાનક્વાળા જીવો ઉત્કૃષ્ટ યોગે વર્તમાન સાત કર્મને બાંધતાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૪૬. બાકીના મુળ છ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશ બંધ કોણ કરે? શાથી? ઉત્તર દશમા ગુણસ્થાનમાં રહેલ ઉત્કૃષ્ટ યોગી જીવો જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય વેદનીય-નામ-ગોત્ર અને અંતરાય એ છ કર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. મોહનીય અને આયુષ્ય કર્મ બંધાતું ન હોવાથી તેના દલિકોનો ભાગ આ છે ને અધિક મળે છે. પ્રશ્ન ૪૪૩. અપ્રત્યાખ્યાની ચાર કષાયનો ઉત્કૃષ્ટબંધ કોણ કરે ? ઉત્તર અવિરતિ સમદ્રષ્ટિ સાત કર્મનો બંધ કરતાં ઉત્કૃષ્ટ યોગી અપ્રત્યાખ્યાનીય ચાર કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104