Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 103
________________ કર્મગ્રંથ પાંચમ પ્રશ્ન ૬૧૯ ક્ષીણમોહના અંત સમયે કેટલી પ્રકૃતિનો ક્ષય કરે ? કઈ . ઉત્તર ૧૪ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અંતરાય ૫ = ૧૪. પ્રભ ૬૨૦. આ ચૌદનો ક્ષય થતાં જીવ શું પ્રાપ્ત કરે ? ઉત્તર ચાર ઘાતકર્મનો ક્ષય થતાં જીવો કેવળજ્ઞાન કેવળદર્શન પામે છે. પ્રશ્ન ૬૨૧.આ બધી પ્રક્રિયા કેટલા કાળમાં પૂર્ણ કરે ? ઉત્તર સંપૂર્ણ મોહનો નાશ તથા બાકીના ત્રણ ઘાતકર્મનો નાશ જીવો એક અંતમુહૂર્તમાં કરે છે. અને કેવળજ્ઞાન પામે છે. પ્રશ્ન ૬૨૨. દરેક ગુણસ્થાનકનો કાળ કેટલો કેટલો હોય ? શી રીતે ? ઉત્તર આઠથી ૧૨ ગુણસ્થાનક પ્રત્યેકનો જુદો જુદો કાળ એક અંતમુહૂર્તનો હોય છે અને બધાય ગુણસ્થાનકનો ભેગો કાળ એક અંતમુહૂર્તનો હોય છે કારણકે અંતમુહૂર્તના અસંખ્યાતા ભેદો થાય છે માટે ઘટી શકે છે. ક્ષપક શ્રેણીનું વર્ણન સમાપ્ત. પ્રમ ૬૨૩.આ શતકનામા કર્મગ્રંથની રચના કોણે કરી છે ? શા માટે કરી છે? આ શતકનામનો કર્મગ્રંથ તપાગચ્છમાં થયેલ પૂ. આ. વિ. દેવેન્દ્રસૂરિ મહારાજાએ પોતાના આત્માના સ્મરણ માટે એટલેકે આત્માનું રટણ કરવા માટે લખેલો છે. પ્રબ ૬૨૪.આત્માની રટણતા શા માટે ? આ રીતે જે રચના થયેલ છે તે રીતની રટતા કરતાં કરતાં કર્મની નિર્જર કરી શુદ્ધ સ્વરૂપ પેદા થતાં થતાં સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પેદા કરવા માટે રટણતા માટે જણાવેલ છે, એમ જણાય છે. ઉત્તર ઉત્તર સંવત ૨૦૪૮ કારતક વદ દ્વિતીય ચૌદશ ગુરૂવારે શ્રી નવસારી મધ્યે શ્રી ચિંતામણી પાર્શ્વનાથ સ્વામીના સાનિધ્ય પૂર્ણ થયેલ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 101 102 103 104