Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 98
________________ ૯૧ ઉત્તર કર્મગ્રંથમાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૮૬. આખા ભવચક્રમાં ઉપશમ શ્રેણી કેટલી વાર પ્રાપ્ત થાય? આખા ભવચક્રમાં એટલે જીવ જયાં સુધી સંસારમાં હોય અને મોક્ષે ન જાય ત્યાં સુધીમાં વધારેમાં વધારે ચાર વખત ઉપશમશ્રેણી પ્રાપ્ત કરી શકે છે. ક્ષપકશ્રેણીનું સ્વરૂપ અણ મિચ્છ મીસ સામે તિઆઉ ઈગ વિગલથીણ તિ ગુજોએ ! તિરિ નિરય થાવર દુર્ગ સાહારાવ અડનપુસિત્થી I ૯૯ | છગપુમ સંજલણાદો નિદ્દા વિઘાવરણ ખએ નાણી | દેવિંદસૂરિ લિહિએ સયગમિણે આય સરણટ્ટા / ૧૦૦ || ભાવાર્થ - ક્ષેપક શ્રેણીવાળા જીવો અનંતાનુબંધ ચારકષાય મિથ્યાત્વ-મિશ્ર-સમ્યક્ત મોહનીય-ત્રણ આયુષ્ય-એકેન્દ્રિય-વિકલેન્દ્રિય-થીણધ્ધિત્રિક-ઉદ્યત-તિર્યંચદ્રિક-નરકકિ સ્થાવરદ્રિક સાધારણ આતપ-બીજા ત્રીજા આઠ કષાયો-નપુંસકવેદ-સ્ત્રીવેદ II ૯૯ / હાસ્યાદિ ૬-પુરુષવેદ-સંજવલન ચાર કષાયો-નિદ્રાદ્ધિક-પાંચ અંતરાય-નવ આવરણો (પાંચ જ્ઞાનાવરણ ચાર દર્શનાવરણ)નો ક્ષય થયે છતે કેવળજ્ઞાની થાય. આવિ. દેવેન્દ્રસૂરિ મહારાજાએ આ શતકનામાં કર્મગ્રંથ પોતાને સંભારવા માટે લખ્યો છે ૧૦૦ || પ્રમ ૫૮૭.ક્ષપકશ્રેણી ક્યા જીવો પ્રાપ્ત કરે ? શું શું જોઈએ ? ઉત્તર મનુષ્યભવ-આઠ વર્ષ ઉપરની ઉંમર-પહેલું સંઘયણ-તીર્થંકરનો કે કેવલીનો કાળ જોઇએ. પ્રભ ૫૮૮.ક્ષપકશ્રેણી ક્યા ગુણસ્થાનકમાં ક્યા સમક્તિી જીવો પ્રાપ્ત કરે ? ક્ષપકશ્રેણી ચારથી સાત ચાર ગુણસ્થાનકવાળા લયોપશમ સમકિતી જીવો પ્રાપ્ત કરી શકે છે. પ્રભ ૫૮૯.ક્ષપકશ્રેણીની શરૂઆત કઈ પ્રકૃત્તિઓનો ક્ષય કરે ? ઉત્તર ચારથી સાત ગુણસ્થાનકમાં વિદ્યમાન અત્યંત વિશુધ્ધ પરિણામવાળા જીવો સૌથી પહેલા અનંતાનુબંધિ ક્રોધ-માન-માયા અને લોભ આ ચાર કષાયનો ક્ષય કરે છે. એટલે સત્તારહિત બને છે. For Personal and Private Use Only ઉત્તર Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104