Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 78
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રમ ૪૪૮.બીજા અને ત્રીજા ગુણસ્થાનકે શા માટે ન કહ્યો ? ઉત્તર બીજા ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ યોગનો અભાવ હોવાથી ન થાય તથા ત્રીજા ગુણસ્થાનકે પણ જીવોને ઉત્કૃષ્ટ યોગ હોતો નથી માટે અપ્રત્યાખ્યાનીય કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહ્યો નથી. પ્રભ ૪૪૯. પ્રત્યાખ્યાની ચાર કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર : દેશવિરત ગુણસ્થાનકમાં રહેલા સાત કર્મના બંધક ઉત્કૃષ્ટ યોગવાળા જીવો પ્રત્યાખ્યાની ચાર કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૦.ચોથા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાનીયનાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ શાથી ગણાય? ઉત્તર અનંતાનુબંધી કષાય બંધાતું ન હોવાથી તેના દલિકો અધિક અપ્રત્યાખ્યાનાદિને મળતાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ ગણાય. પ્રશ્ન ૪૫૧. પ્રત્યાખ્યાંનીય કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ શાથી ગણાય ? ઉત્તર : : પાંચમા ગુણસ્થાનકે અપ્રત્યાખ્યાન કષાય બંધાતા ન હોવાથી તેના દલિકો - પ્રત્યાખ્યાનીયને અધિક મળતાં ત્યાં તેનો ઉત્કૃષ્ટ બંધ ગણાય છે. પ્રશ્ન ૪૫૨. જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય ૪, અંતરાય પ, યશનામ કર્મ, ઉચ્ચ ગોત્ર અને શાનાદનીય એ ૧૭ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ દશમાં ગુણસ્થાનકમાં વિદ્યમાન ઉત્કૃષ્ટ યોગે રહેલા જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૩.આ પ્રકૃતિઓનો પ્રદેશબંધ દશમા ગુણસ્થાનકે શા માટે કહ્યો ? મોહનીય આયુષ્ય બાંધતા ન હોવાથી તેના દલિકો અધિક મળે તથા દર્શનાવરણીય કર્મમાં નવને બદલે ચાર પ્રકૃતિઓ બંધાય છે તેને મળે તથા નામ કર્મમાં સઘળા દલિકો યશને મળે છે માટે આ ગુણસ્થાનકે કહેલ છે. પ્રબ ૪૫૪.પુરષદ સંજવલન ૪ કષાયનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર આ પાંચ પ્રકૃતિઓ નવમા ગુણસ્થાનકે પોત પોતાના ભાગે ક્ષય થતાં ઉત્કૃષ્ટ યોગે વર્તમાન જીવો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કરે છે. પ્રશ્ન ૪૫૫. પુરુષવેદાદિનો પ્રદેશબંધ નવમા ગુણસ્થાનકે શા માટે કહ્યો ઉત્તર ઉત્તર ઉત્તર આ પ્રકૃતિઓને હાસ્ય-રતિ-ભય-જુગુપ્સાનો ભાગ અધિક મળતો હોવાથી નવમાં ગુણસ્થાનકનું ગ્રહણ કરેલ છે. પ્રશ્ન ૪પ૬. શુભ વિહાયોગતિ આદિ તેર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કોણ કરે ? ઉત્તર શુભ વિહાયોગતિ-મનુષ્પાયુષ્યદેવત્રિક-સુભગત્રિક-વૈક્રીયદ્ધિક-સમચતુરસ્ત્ર સંસ્થાન-અશાતાદનીય અને વ્રજ8ષભનારા સંઘયણ આ તેર પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ સમષ્ટિ અથવા મિથ્યાદ્રષ્ટિ જીવો કરે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104