Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 94
________________ ૮૭. ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫૬૧.યથાપ્રવૃત્તકરણ કોને કહેવાય ? પ્રતિસમય અનંતગુણ વિશુધ્ધિએ વૃધ્ધિ વડે આ કરણમાં પ્રવેશ કરે છે. અનેક જીવોની અપેક્ષાએ અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે. તે છ સ્થાન પતિતપણે હોય પહેલા સમયની અપેક્ષાએ બીજા સમયના અધ્યવસાય સ્થાનો વિશેષાધિક એમ દરેક સમયમાં જાણવું હોય) આનાં અધ્યવસાય સ્થાનો વિષમ ક્ષેત્ર જેવા થાય છે. પહેલા જીવની પહેલા સમયે જઘન્ય વિશુદ્ધિ સૌથી થોડી, તેથી બીજે સમયે જઘન્ય સ્થિતિ અનંતગુણ અધિક તેથી ત્રીજા સમયે જઘન્ય સ્થિતિની વિશુદ્ધિ અનંતગુણ એમ ક્રમસર ત્યાં સુધી કહેવું કે યથાપ્રવૃત્તકરણના કાળનો અસંખ્યાતમો ભાગ જાય ત્યાં સુધી જાણવું ત્યારબાદ ચરમ સમયની જઘન્ય વિશુદ્ધિથી પહેલા સમયે બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંત ગુણી એમ ક્રમસર ચરમ સમય સુધી ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનોમાં અનંતગુણ અનંતગુણ સમજવી. પ્રશ્ન ૫૬૨. અપૂર્વકરણ કોને કહેવાય ? ઉત્તર અપૂર્વકરણમાં પ્રતિસમય અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય સ્થાનો હોય છે તેમાં પહેલા સમયે જઘન્ય વિશુદ્ધિનાં સૌથી થોડા, તેનાથી પ્રથમ સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ અધિક, તેનાથી બીજા સમયની જઘન્ય વિશુદ્ધિ અનંગગુણી તેનાથી બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી એમ વિશુદ્ધિસ્થાનકો કમસર અનંતગુણ વિશુદ્ધિવાળા ચરમસમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણી જાણવી. આ કરણમાં પ્રવેશ કરતો જીવ સ્થિતિઘાત, રસધાત, ગુણશ્રેણી, ગુણ સંક્રમ તથા અપૂર્વ, સ્થિતિબંધ કરે છે. આ પાંચનો પ્રારંભ એક સાથે કરે છે. પ્રશ્ન ૫૬૩.અનિવૃત્તિકરણ કોને કહેવાય? ઉત્તર આ કરણમાં જે જીવો પ્રવેશ કરે છે તે સર્વના સરખાકાળમાં એક જ અધ્યવસાય સ્થાન હોય છે. અર્થાત અનિવૃત્તિકરણના પહેલા સમયે જે રહેલા છે, ભૂતકાળમાં રહ્યા હતા, ભવિષ્યમાં રહેશે તે સર્વના અધ્યવસાય એક સરખા હોય છે. વિશુદ્ધિ સમયે સમયે અનંતગુણ છેલ્લા સમય સુધી જાણવી. પહેલા સમયથી ઉપરનાં પાંચ પદાર્થો સ્થિતિઘાતાદિ એક સાથે હોય છે. આ ગુણસ્થાનકની સંખ્યામાં ભાગ જેટલો કાળ પસાર થયા પછી અનંતાનુબંધી કષાયની નીચેની આવલિકામાત્ર દલિકો મુકીને એક અંતર મુહૂર્ત પ્રમાણ અંત:કરણ કરવાનો પ્રયત્ન કરે છે. અંતરકરણના સત્તામાં રહેલું દલિક પરપ્રકૃતિ જે બંધાય છે તેમાં નાખી નાખીને સાફ કરે છે અને પરપ્રકૃતિને વિષે ગત દલિક, આવલિકા માત્ર ભોગવવાલાયક રાખી પરપ્રકૃતિને વિષે તિબુક સંક્રમવડે સંક્રમાવે છે. આ For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104