Book Title: Karmgranth 05 by 04 Prashnottari Author(s): Narvahanvijay Publisher: Padarth Prakashan Trust View full book textPage 9
________________ ઉત્તર કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રશ્ન ૫. રસવિભાગની પહેલી વર્ગણા કોને કહેવાય ? હર એક દ્રવ્યપરમાણુ સર્વ જીવથી અનંતગુણા રસવિભાગીયુક્ત. તેના સરખા જ જે બીજા પરમાણુ તેનો સમુદાય, તે સમાન જાતીયવાળા પૂગલોનો સમુદાય. તે પહેલી વર્ગણા કહેવાય છે. પ્રશ્ન ૬. બીજી વર્ગણા કોને કહેવાય? ઉત્તર પહેલી વર્ગણાના સમુદાય કરતાં એક રસવિભાગ અધિક પરમાણુઓનો જે સમુદાય તે બીજી વર્ગણા કહેવાય છે. પ્રશ્ન છે. આવી વર્ગણાઓ કેટલી હોય છે? ઉત્તર આવી રીતે એક એક રસાણુવાળા પરમાણુઓનાં સમુદાયવાળી વર્ગણાઓ વધારતા જઈએ એવી વર્ગણાઓ અનતી હોય છે. પન્ન ૮. કેટલી વર્ગણાઓના સમુદાયને સ્પર્ધક કહેવાય? અભવ્યથી અનંતગુણ અથવા સિદ્ધના જીવોના અનંતમા ભાગ જેટલી વર્ગણાઓના સમુદાયને એક પ્રથમ સ્પર્ધક કહેવાય છે. પ્રશ્ન ૯. પ્રથમ સ્પર્ધકની ઉત્કૃષ્ટ વર્ગણાથી બીજા સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં કેટલા રસ વિભાગ હોય ? ઉત્તર પ્રથમ સ્પર્ધકની ઉત્કૃષ્ટ વર્ગણામાં જે રસાણુઓ હોય છે. તેમાં ૧-રસાણ ૨-રસાણ ૩-રસાણ વધતાં વધતાં સંખ્યાતા રસાણ કે અસંખ્યાતા રસાણ વૃદ્ધિ થાય તો પણ બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા થતી નથી પણ સર્વ જીવો કરતાં અનંતગુણા રસાણનો સમુદાય થાય ત્યારે બીજા સ્પર્ધકની પહેલી વર્ગણા થાય છે. પ્રશ્ન ૧૦. બીજા સ્પર્ધકની બીજી વર્ગના ક્યારે થાય ? ઉત્તર બીજા સ્પર્ધકની પહેલી વર્ગણામાં ઉત્કૃષ્ટ રસાણવાળી જે વર્ગણાઓ છે. તેનાથી એક રસાણુવાળી વણાઓ તે બીજી વર્ગના કહેવાય છે. પ્રશ્ન ૧૧. બીજા સ્પર્ધકમાં વગણાઓ કેટલી હોય ? ઉત્તર આ રીતે અભવ્યથી અનંતગુણ તથા સિદ્ધનાં જીવન અનંતમા ભાગ જેટલી વર્ગણાઓનો સમુદાય તે બીજું સ્પર્ધક કહેવાય છે. પ્રશ્ન ૧૨. ત્રીજા સ્પર્ધકની પહેલી વર્ગણા ક્યારે બને ? ઉત્તર બીજા સ્પર્ધકની ઉત્કૃષ્ટ વર્ગણાથી ૧રસાણ- ૨રસાણ-૩રસાણ યાવત સંખ્યાતા અસંખ્યાતા રસાણ અધિક થાય તો પણ ત્રીજા સ્પર્ધકની પહેલી વર્ગણા બનતી નથી, પણ સર્વ જીવો કરતાં અનંતગુણા રસાણુઓ દાખલ થાય ત્યારે ત્રીજા સ્પર્ધકની પહેલી વર્ગણા થાય છે. પ્રમ ૧૩. ત્રીજા સ્પર્ધકની વર્ગણાઓ કેટલી હોય ? ઉત્તર અભવ્યથી અનંતગુણ તથા સિદ્ધનાં જીવો કરતાં અનંતમા ભાગ જેટલી વર્ગખાઓનો સમુદાય તે ત્રીજું સ્પર્ધક કહેવાય છે. For Personal and Private Use Only Jain Educationa International www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 104