Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 74
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ ૪ ૬૭ કાર્યણ આ સાતે વર્ગણારૂપે ક્રમ વગર પરિણમાવી પરિણમાવીને મુક્તા જેટલો કાળ થાય તેટલા કાળને એક બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કાળ કહેવાય છે. પ્રશ્ન ૪૨૧. સુક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્તકાળ કોને કહેવાય ? ઉત્તર - ઔદારિક-વૈક્રીય આદિ સાતે વર્ગણામાંથી કોઈપણ એક વર્ગણાને સઘળા પરમાણુઓને તે વર્ગણારૂપે પરિણમાવી પરિણમાવીને ભોગવતાં જેટલો કાળ થાય તેટલા કાળને એક સુક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. પ્રશ્ન ૪૨ ૨. કેટલા કાળચક્રે આ વર્ગણાઓનાં દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત હોય ? કોને કોનાથી કેટલી વર્ગણાઓ વધારે-ઓછી હોય ? અનંતા કાળચક્રે એક કાર્મણ પુદ્ગલ પરાવર્ત થાય છે. તેનાથી અનંતગુણાઅનંતગુણાકાળચક્રે ક્રમસર તૈજસ-ઔદારિક-શ્વાસોચ્છ્વાસ-મન-ભાષા અને વૈક્રીય આ સાતે વર્ગણાના સુક્ષ્મ પુદ્ગલ પરાવર્તો જાણવા (હોય છે). પ્રશ્ન ૪૨૩.બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કોને કહેવાય ? ઉત્તર કોઈ પણ એક જીવ ચૌદરાજ લોકના આકાશ પ્રદેશોને મરણ વડે ક્રમસર કે ક્રમરહિત સ્પર્શ કરી પૂર્ણ કરે તેમાં જે કાળ થાય તે બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કાંળ કહેવાય. ઉત્તર પ્રશ્ન ૪૨૪.સુક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કાળ કોને કહેવાય ? ઉત્તર કોઈ પણ જીવ ચૌદરાજલોકના કોઈ વિવંક્ષીત આકાશપ્રદેશને શરૂ કરી મરણથી સ્પર્શ કરે ક્રમસર તેમાં એક આકાશપ્રદેશ બાદ બીજા આકાશપ્રદેશે જયારે મરણ પામે ત્યારે ગણતરીમાં ગણાય એમ ત્રીજા આકાશપ્રદેશને મરણથી સ્પર્શ કરે એમ ક્રમસર શ્રેણી અનુસાર એક એક પ્રદેશ મરણથી સ્પર્શીને ચૌદરાજલોકના સધળાય આકાશ પ્રદેશોનો સ્પર્શ કરે તેમાં જેટલો કાળ થાય તેટલા કાળને એક સુક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત કાળ હેવાય છે. પ્રશ્ન ૪૨૫.બાદરકાળ પુદ્ગલ પરાવર્ત કોને કહેવાય ? ઉત્તર કોઈપણ જીવ ઉત્સરપિણી, અવસરિપણીનાં એટલે એક કાળચક્રના સમયોને ક્રમસર કે ક્રમરહિત મરણ પામવા વડે પૂર્ણ કરે તે કાળને બાદર-કાળ પુદ્દગલ પરાવર્ત કહેવાય છે. પ્રશ્ન ૪૨૬. સુક્ષ્મકાળ પુદ્ગલ પરાવર્ત કોને કહેવાય ? ઉત્તર ઉત્સપિણી-અવસરપણીરૂપ એક કાળચક્રના કોઈ એક વિવક્ષિત સમય પર મરણ પામી ક્રમસર એક પછીના બીજા સમયે, પછી ત્રીજા સમયે, પછી ચોથા સમયે એમ ક્રમસર કાળચક્રના સમયોને મરણથી સ્પર્શી પૂર્ણ કરે તે કાળને સુક્ષ્માળ પુદ્ગલ પરાવર્ત કહેવાય છે. પ્રશ્ન ૪૨૭,એક સમયમાં ઉપજેલા સુક્ષ્મ તેઉકાય જીવો કેટલા હોય ? અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ અસંખ્યાતા હોય છે. ઉત્તર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104