Book Title: Karmgranth 05 by 04 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 67
________________ કર્મગ્રંથ પાંચમો ભાગ - ૪ પ્રકૃતિઓનો ક્ષય કરવાનો પુરુષાર્થ કરે ત્યારે સંખ્યાતગુણ ગુણહીન અંતમુહૂર્ત જેટલા સમયોને વેદવા એટલે ભોગવવા માટે અસંખ્ય ગુણ -અસંખ્ય ગુણ દલિકોની જે રચના વિશેષની તૈયારી કરે તે દર્શન મોહનીય ક્ષેપક ગુણશ્રેણી કહેવાય. તે દર્શન મોહનીયનો ક્ષય થતા ક્ષાયિક સમક્તિની જીવને પ્રાપ્તિ થાય ઉત્તર પ્રશ્ન ૩૮ ૧.મોહશમક ગુણશ્રેણી કોને કહેવાય ? કેટલા કાળની હોય ? જ્યારે હોય ? શાથી ? , ઉત્તર ચારથી સાત ગુણસ્થાનકમાં રહીને અનંતાનુબંધ ચાર કષાયની વિસંયોજના કર્યા બાદ અથવા ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કર્યા બાદ ચારિત્ર મોહનીય કર્મની એકવીસ પ્રકૃતિઓને ઉપશમાવવા માટે આઠમા ગુણસ્થાનકથી તૈયારી કરી નવમાં દશમા ગુણસ્થાનકમાં ઉપશમાવવા પ્રયત્ન કરે ત્યારે સંખ્યાત ગુણહીન અંતમુહૂર્ત દવા લાયક સમયોમાં અસંખ્ય ગુણ અસંખ્યગુણ કમ વડે દલિકોની રચના વિશેષ કરે તે ઉપશામક (મોહશમક) ગુણશ્રેણી કહેવાય છે. પ્રશ્ન ૩૮૨. ઉપશાંતમોહ ગુણશ્રેણી કોને કહેવાય ? ક્યારે અને કેટલા કાળની હોય ? અગિયારમા ગુણસ્થાનકે મોહનીય કર્મનો સર્વથા ઉપશમ રૂપ જે કાળ કે જેમાં સંખ્યાત ગુણહીન અંતમુહૂર્તસુધી અસંખ્ય ગુણ પ્રદેશોની રચના વિશેષ તે ઉપશાંત મોહગુણશ્રેણી કહેવાય છે. પ્રશ્ન ૩૮૩.ક્ષીણ મોહનીય ગુણશ્રેણી કોને કહેવાય? તે ક્યારે હોય? ઉત્તર બારમા ગુણસ્થાનકે જીવો સંખ્યાત ગુણહીન અંતમૂર્હત અસંખ્ય ગુણની દલિકોની રચના વિશેષ કરે તે ક્ષીણ મોહ ગુણશ્રેણી કહેવાય છે. પ્રશ્ન ૩૮૪. સયોગીકેવલી ગુણશ્રેણી કોને કહેવાય ? કેટલા કાળની હોય ? તેરમા ગુણસ્થાનકે અઘાતી કર્મોને ખપાવવા માટે સંખ્યાત ગુણહીન અંતમુહૂર્ત સુધી દલિકોની અસંખ્યગુણ અસંખ્યગુણરૂપ રચના વિશેષ તે યોગી કેવલી ગુણશ્રેણી કહેવાય. પ્રશ્ન ૩૮૫. અયોગી કેવળી ગુણશ્રેણી કોને કહેવાય ? ઉત્તર કેવલી ભગવન્ત પરમ વિશુદ્ધિથી યુક્ત સંખ્યાતગુણ હીન અંતમુહૂર્ત અસંખ્ય અસંખ્યગુણ દલિકોની રચના વિશેષ જે કરે તે અયોગી કેવલી ગુણશ્રેણી કહેવાય. પ્રશ્ન ૩૮૬.આ ગુગ શ્રેણીમાં કાંઈ વિશેષ છે? તે ક્યાંથી જાણવું ? ઉત્તર આ ગુણશ્રેણીમાં કાંઈક વિશેષતા પણ છે તે કર્મપ્રકૃતિ આદિ ગ્રંથોથી જાણી ઉત્તર લેવું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104