________________
૧૦
નિરૂવકમાણ છ માસા અબાહુ સેસાણ ભવતંસો ॥૩૪॥
ભાવાર્થ - એકેન્દ્રિય અને વિક્લેન્દ્રિય જીવો આયુષ્ય પૂર્વ ક્રોડ વર્ષનું બાંધે છે. અસન્ની પંચેન્દ્રિય તિર્યંચો ચારેય પ્રકારનાં આયુષ્યમાંથી કોઇપણ આયુષ્ય પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલું . બાંધે છે. નિરૂપક્રમ આયુષ્યવાળા જીવોને વિષે અબાધાકાળ છ મહિનાનો હોય છે. જ્યારે બાકીના જીવોનો અબાધાકાળ પોતે આયુષ્યનો બંધ કરે ત્યારથી ગણાય છે. ૩૪॥ ૪૩. એકેન્દ્રિય જીવો આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધે ?
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
ઉત્તર : એકેન્દ્રિય જીવો આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ ક્રોડ વર્ષની બાંધી શકે છે.
૪૪, વિકલેન્દ્રિય જીવો આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધે ?
ઉત્તર પૂર્વ ક્રોડ વર્ષની બાંધી શકે છે.
૪૫. અસની પંચેન્દ્રિય પર્યામા તિર્યંચો ચારેય આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી બાંધે ?
ઉત્તર : પલ્યોપમનાં અસંખ્યાતમા ભાગ જેટલી બાંધી શકે છે.
૪૬. પૂર્વક્રોડ વર્ષ એટલે કેટલાં વર્ષો થાય ?
ઉત્તર : ચોરાશી લાખ વર્ષને ચોરાશી લાખ વડે ગુણતાં જે સંખ્યા આવે તે સંખ્યા એક પૂર્વ ગણાય છે. એવા ક્રોડ પૂર્વ વર્ષનું આયુષ્ય ગણાય છે.
૪૭. એકેન્દ્રિય-વિકલેન્દ્રિય જીવો આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ પોતાના આયુષ્યનાં કેટલામાં ભાગે બાંધે ?
ઉત્તર ત્રીજા ભાગે નિયમા બાંધે છે.
૪૮. નિરૂપક્રમ આયુષ્યવાળા જીવો ક્યા ગણાય ?
ઉત્તર દેવતા-નારકી અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા મનુષ્યો તથા અસંખ્યાતા વર્ષના આયુષ્યવાળા તિર્યંચો આ જીવો નિયમા નિરૂપક્રમ
આયુષ્યવાળા ગણાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org