________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
ભાવાર્થ - તીર્થંકરનામકર્મ તથા આહારકથ્વિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંત: કોટાકોટી સાગરોપમનો હોય છે. તેનો અબાધાકાળ એક અંતરમુહૂર્તનો હોય છે.
આ ત્રણ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ ઉણ હોય છે.
મનુષાયુષ્ય તથા તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત્રણ પલ્યોપમનો હોય છે. ૩૩ ૩૮. જિનનામ કર્મ તથા આહારકથ્વિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર અંત: કોટાકોટી સાગરોપમનો હોય છે. ૩૯. અંત: કોટાકોટી સાગરોપમ એટલે કેટલો કાળ થાય ? ઉત્તર એક કોટાકોટી સાગરોપમમાંથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ
જેટલો સ્થિતિબંધ ન્યૂન હોય ત્યારથી અંત: કોટાકોટી સાગરોપમ
સ્થિતિ કહેવાય છે. ૪૦. જિનનામ તથા આહારકથ્વિક આ ત્રણ પ્રકૃતિઓનો
જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર જિનનામ તથા આહારકશ્વિક આ ત્રણ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ
ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જે જણાવેલ છે. તેમાંથી સંખ્યા ગુણો ઓછો અંત:
કોટાકોટી સાગરોપમ પ્રમાણ હોય છે. ૪૧. જિનનામ તથા આહારકથ્વિક આ ત્રણ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ
તથા જઘન્ય સ્થિતિબંધનો અબાધાકાળ કેટલો હોય ? | ઉત્તર જિનનામ તથા આહારકશ્વિક આ ત્રણ પ્રકૃતિઓની જે ઉત્કૃષ્ટ તથા
જઘન્ય સ્થિતિબંધ કહેલ છે તે બન્નેનો અબાધાકાળ એક
અંતરમુહૂર્તનો હોય છે. ૪૨. મનુષ્પાયુષ્ય તથા તિર્યંચાયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ
કેટલો હોય ? ઉત્તર ત્રણ પલ્યોપમનો હોય છે.
ઇગ વિગલ પુવ્યકોડિ પાિ સખસ આઉ ચઉ અમણા |
-
-
-
-
-
-
-
-
-
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org