________________
કર્મગ્રંથ ૫મો ભાગ-૩
ઉત્તર જ્યારે જીવો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કર્યા પછીનાં સમયે જે સ્થિતિબંધ કરે છે તે અનુત્કૃષ્ટ સ્થિતિબંધનો સાદિ બંધ ગણાય છે. ફરીથી જીવ પાછો જ્યારે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે તે અનુત્કૃષ્ટ બંધનો અધ્રુવ બંધ ગણાય છે.
૯૬
૩૭૮.૧૦૨ પ્રકૃતિઓમાંથી ૨૯ પ્રકૃતિઓ બાદ જાય તો કેટલી રહે ? તે કઈ ગણાય છે ? કઈ કઈ ?
ઉત્તર ૧૦૨ પ્રકૃતિઓમાંથી ૨૯ પ્રકૃતિઓ બાદ કરતાં ૭૩ પ્રકૃતિઓ રહે છે તે અશ્રુવ બંધિની ગણાય છે તે આ પ્રમાણે વેદનીય-૨, મોહનીય-૭, આયુષ્ય-૪, નામકર્મ-૫૮, ગોત્ર-૨ = ૭૩
મોહનીય-૭ :- હાસ્ય, રતિ, અરિત, શોક, ૩ વેદ
નામકર્મ-૫૮ :- પિંડપ્રકૃતિ-૩૩, પ્રત્યેક-૫, ત્રસ-૧૦, સ્થાવર-૧૦
= ૫૮
૩૭૯. આ ૭૩ પ્રકૃતિઓનો જઘન્યાદિ ચારેયબંધ સાદિ અશ્રુવ કઈ રીતે જણાય ?
ઉત્તર આ ૭૩ પ્રકૃતિઓ અવબંધિની હોવાથી કોઈ કાળે બંધાય અથવા ન પણ બંધાય એમ હોય છે તે કારણથી તેનાં જધન્ય, અજધન્ય, અનુત્કૃષ્ટ તથા ઉત્કૃષ્ટ સ્થિતિબંધો બાંધે ત્યારે સાદિબંધ અને ન બંધાય ત્યારે અધ્રુવબંધ જાણવો.
આ રીતે ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધના સ્વામિ તથા તેના ભાંગાઓનું વર્ણન થયું.
હવે મૂળ કર્મો તથા એક એક પ્રકૃતિઓનાં ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધના સ્વામી તથા તેના જઘન્યાદિ બંધના સાધાદિ ભાંગાઓનું વર્ણન.
૩૮૦. જ્ઞાનાવરણીય કર્મનો ઉત્કૃષ્ટ-જઘન્ય સ્થિતિબંધ કોણ કરે ? તથા જધન્યાદિ બંધનાં ભેદો કેટલાં હોય ?
ઉત્તર : જ્ઞાનાવરણીયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ચારે ગતિના મિથ્યાદ્રષ્ટિ જીવો કરે
છે.
જધન્ય સ્થિતિબંધ દશમા ગુણસ્થાનકના છેલ્લા સમયે ક્ષેપક શ્રેણીવાળા જીવો કરે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org