________________
૧૬૮
કર્મગ્રંથ પમો ભાગ-૩)
નવમા સૈવેયકમાં ભવ પ્રત્યયથી સાત પ્રકીત બંધાય નહીં તથા અનુત્તરમાં રહેલા દેવો બાંધે નહીં માટે આટલો કાળ અબંધનો ઘટી
શકે છે.
૬૭૬. સોળ પ્રકૃતિઓનો અબંધકાળ જે એકસો પંચ્યાસી
સાગરોપમ કહ્યો છે તે શી રીતે જણાય ? | ઉત્તર એકસો પંચ્યાસી સાગરોપમ ચાર પલ્યોપમ તથા પૂર્વોડ વર્ષનાં
આયુષ્યવાળા મનુષ્યભવો અધિકકાળ આ પ્રમાણે જાણવો. કોઈ એક જીવ છઠ્ઠી નારકીમાં નારકપણે બાવીસ સાગરોપમના આયુષ્યવાળો હોય તે જીવ ભવ પ્રત્યયથી સ્થાવરાદિ નવ પ્રકૃતિઓને બાંધતો નથી. ત્યાં છેલ્લે સમતિ પામી, અવી, મનુષ્યપણું પામી, દેશવિરતિ પામી, ત્રણ પલ્યોપમના આયુષ્યવાળો મનુષ્ય થાય, ત્યાંથી મરણ પામી એક પલ્યોપમના આયુષ્યવાળો દેવ થાય. આ ભવોમાં ભવ પ્રત્યયથી સ્થાવરાદિ નવ પ્રકૃતિઓ બાંધતા નથી. છેલ્લે સમ્યકત્વ સહીત સંખ્યાત વર્ષના આયુષ્યવાળો મનુષ્ય થઈ ચારિત્રની આરાધના કરી નવમા રૈવેયકમાં એકત્રીસ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય ત્યાં મિથ્યાત્વ ગુણસ્થાનકને પામે પણ ભવ પ્રત્યયથી સ્થાવરદિ નવ પ્રકૃતિઓ ત્યાં બંધાતી નથી. છેલ્લે સત્ત્વ પામી, વી, સંખ્યાત વર્ષના આયુષ્યવાળો મનુષ્ય થાય, આરાધના કરી, બાવીસ સાગરોપમના આયુષ્યવાળા અશ્રુત દેવનાં ત્રણ ભવો વચમાં મનુષ્યપણું પામતાં પામતાં કરી એક અંતરમુહુર્ત મિશ્ર ગુણસ્થાનકને પ્રાપ્ત કરી તરત જ ક્ષયોપશમ સમક્તિને પામી અનુત્તર વિમાનમાં વિજ્યાદિ દેવનાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા બે ભવો મનુષ્યપણું પામતા કરી છાંસઠ સાગરોપમ પૂર્ણ કરે તો આટલા કાળ
સુધી સ્થાવરદિ નવ પ્રકૃતિઓનો અબંધકાળ થઈ શકે છે. ૬૭૭. અપ્રથમ સંઘયણાદિ ૨૫ પ્રકૃતિઓનો અબંધકાળ
એકસોબત્રીસ સાગરોપમ કઈ રીતે જાણવો? ઉત્તર હુંડક સંસ્થાન, છેવૐ સંઘાણ, મિથ્યાત્વ મોહનીય, નપુંસકવેદ આ ૪
પ્રકૃતિઓ. બીજા ગુણસ્થાનકે બંધાય છે. જ્યારે કોઈ એક જીવ સમ્યકત્વ પામી યોપશમ સમક્તિને ૬૬ સાગરોપમ બે વાર ટકાવી વચમાં એક અંતરમુહૂર્ત મિશ્ર ગુણસ્થાનકને પામી લયોપશમ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org