________________
કર્મગ્રંથ પમો ભાગ-૩
૧૬૭
-
ઉત્તર મનુષ્ય ભવમાંથી થોપશમ સમક્તિ લઈને જીવ બાવીશ
સાગરોપમવાળા અશ્રુત દેવલોકમાં ઉત્પન્ન થાય ત્યાંથી સમક્તિ સાથે મનુષ્યમાં આવે ત્યાંથી અશ્રુત દેવલોકમાં બાવીશ સાગરોપમમાં ઉત્પન્ન થાય ત્યાંથી સમકિત લઈને મનુષ્યપણામાં આવે અને પાછો અશ્રુત દેવલોકમાં બાવીશ સાગરોપમના આયુષ્યવાળો દેવ થાય. આ રીતે ૬૬ સાગરોપમ ઘટે છે અથવા મનુષ્યપણામાંથી જીવ અનુત્તરના પાંચ વિમાનમાંથી સર્વાર્થસિદ્ધ વિમાન સિવાયના ચાર વિમાનમાં કોઈ પણ જગ્યાએ તેત્રીશ સાગરોપમવાળો દેવ થાય ત્યાંથી સમકિત સાથે મનુષ્યપણું પામે અને આરાધના કરી પાછો જીવ અનુત્તરના વિજયાદિ ચાર વિમાનમાંથી કોઈ વિમાનમાં તેત્રીશ સાગરોપમવાળો દેવ થાય તો
આ રીતે પણ ૬૬ સાગરોપમ કાળ થઈ શકે છે. ૬૭૫. સાત પ્રકૃતિઓનો અબંધકાળ એકસો ત્રેસઠ
સાગરોપમ અધિક કાળ કઈ રીતે જાણવો? ઉત્તર મનુષ્યનાં પુર્વોડ વર્ષનાં આયુવાળા સાત ભવ. ચાર પલ્યોપમ તથા
એકસો ત્રેસઠ સાગરોપમ કાળ આ પ્રમાણે જાણવો. કોઈ એક ત્રણ પલ્યોપમવાળો મનુષ્ય છેલ્લે સમત્વ પામીને સાથે લઈ સૌધર્મ દેવલોકમાં એક પલ્યોપમના આયુષ્યવાળો દેવ થાય ત્યાંથી દેવતા સમ્યકત્વસહિત મનુષ્યપણું પામે ત્યાં ચરિત્ર લઈ નવમા રૈવેયકનું આયુષ્ય બાંધી એકત્રીશ સાગરોપમનો દેવ થાય ત્યાં મિથ્યાત્વ પ્રાપ્ત થાય તો પણ ત્યાં આ સાત પ્રકૃતિમાંથી કોઈ પ્રકૃતિનો ભવ પ્રત્યયથી બંધ કરતો નથી. છેલ્લે સમ્યકત્વ પામી સાથે લઈ | મનુષ્યપણું પામે. ચારિત્ર લઈ અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમવાળો દેવ થાય. પાછો મનુષ્યપણું પામી આરાધના કરી અનુત્તરમાં ફરીથી તેત્રીસ સાગરોપમવાળો દેવ થાય. આ રીતે છાસઠ સાગરોપમકાળ પૂર્ણ કરી એક અંતરમુહુર્ત મિશ્ર ગુણસ્થાનકને પ્રાપ્ત કરી પાછું સમ્યકત્વ પામી ફરીથી છાસઠ સાગરોપમ સુધી ટકાવે તો કુલ એકસો બત્રીસ + એકત્રીસ = એકસો ત્રેસઠ સાગરોપમાળ સુધી એ સાત પ્રકૃતિઓનો બંધ ન થાય. યુગલીક મનુષ્યો ભવ પ્રત્યયથી સાત પ્રકૃતિઓ બાંધ નહી તથા સમકિતી સૌધર્મ દેવલાકમાં રહેલ દેવ પણ બાંધ નહીં સમકિતી મનુષ્યો પણ બાંધે નહીં તથા
-
:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org