Book Title: Karmgranth 05 by 03 Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Padarth Prakashan Trust

View full book text
Previous | Next

Page 168
________________ કર્મગ્રંથ ૫મો ભાગ-૩ યોગ સ્થાનક હોય તેનાથી ત્રીજા સમયે અસંખ્યાતગુણા અધિક યોગ સ્થાનક હોય. તેનાથી ચોથા સમયે અસંખ્યાત ગુણા અધિક યોગ સ્થાનક હોય છે. આ રીતે ક્રમસર સમય વધારતાં યાત્ અપર્યાાવસ્થાના ચરમ સમય સુધી અસંખ્યાતગુણો અધિક યોગ જાણવો. ૧૬૧ ૬૪૭, પર્યામા જીવોને યોગ ક્યા પ્રકારે હોય ? ઉત્તર : પર્યામા જીવોને વિષે યોગ અનિયતપણે હોય છે. ૬૪૮, ૫ર્યામા જીવોને યોગ અનિયત શાથી કહેવાય ? ઉત્તર પર્યામા જીવોને વિષે કેટલાક જીવોને સંખ્યાતગુણવૃદ્ધિએ યોગ સ્થાનક હોય, કેટલાક જીવોને અસંખ્યાતગુણવૃદ્ધિએ યોગસ્થાનક હોય. કેટલાક જીવોને સંખ્યાતગુણ હીનરૂપ યોગસ્થાનક હોય, કેટલાક જીવોને અસંખ્યાતગુણ હીન રૂપ યોગસ્થાનક હોય જ્યારે કેટલાક જીવોને એકસરખા યોગસ્થાનક (તુલ્ય યોગસ્થાનક) હોય. આ કારણથી અનિયતરૂપે યોગસ્થાનક કહેવાય છે. ૬૪૯,એક-એક સ્થિતિબંધના અધ્યવસાય સ્થાનો કેટલાં હોય ? ઉત્તર એક-એક સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનો અસંખ્યાત લોકાકાશપ્રદેશ રાશિ પ્રમાણે હોય છે. ૬૫૦,કર્મના બંધના સ્થિતિસ્થાનો અસંખ્યાતા શાથી થાય ? ઉત્તર જીવોને કર્મના સ્થિતિસ્થાનો જે પ્રત્યેક છે તે અધ્યવસાય વિશેષથી બંધાય છે અને પ્રત્યેક અધ્યવસાય તીવ્ર તીવ્રતર, મંદ મંદતર અને મંદતમાદિક અસંખ્યાતા અધ્યવસાયો હોય છે તે કારણે અસંખ્યાતા અધ્યવસાયસ્થાનો થાય છે. ૬૫૧. જઘન્ય સ્થિતિસ્થાનક કેટલા અધ્યવસાયથી બંધાય ? ઉત્તર જધન્ય સ્થિતિસ્થાનક અસંખ્યાતા લોકાકાશનાં પ્રદેશ રાશિ પ્રમાણ અધ્યવસાયથી બંધાય છે. ૬૫૨. જધન્ય સ્થિતિ કરતાં સમયાયિક સ્થિતિસ્થાનક કેટલાં અધ્યવસાયથી બંધાય છે ? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210