SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ પમો ભાગ-૩ ભાવાર્થ - તીર્થંકરનામકર્મ તથા આહારકથ્વિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંત: કોટાકોટી સાગરોપમનો હોય છે. તેનો અબાધાકાળ એક અંતરમુહૂર્તનો હોય છે. આ ત્રણ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ સંખ્યાતગુણ ઉણ હોય છે. મનુષાયુષ્ય તથા તિર્યંચાયુષ્યનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ત્રણ પલ્યોપમનો હોય છે. ૩૩ ૩૮. જિનનામ કર્મ તથા આહારકથ્વિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર અંત: કોટાકોટી સાગરોપમનો હોય છે. ૩૯. અંત: કોટાકોટી સાગરોપમ એટલે કેટલો કાળ થાય ? ઉત્તર એક કોટાકોટી સાગરોપમમાંથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલો સ્થિતિબંધ ન્યૂન હોય ત્યારથી અંત: કોટાકોટી સાગરોપમ સ્થિતિ કહેવાય છે. ૪૦. જિનનામ તથા આહારકથ્વિક આ ત્રણ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર જિનનામ તથા આહારકશ્વિક આ ત્રણ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જે જણાવેલ છે. તેમાંથી સંખ્યા ગુણો ઓછો અંત: કોટાકોટી સાગરોપમ પ્રમાણ હોય છે. ૪૧. જિનનામ તથા આહારકથ્વિક આ ત્રણ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધનો અબાધાકાળ કેટલો હોય ? | ઉત્તર જિનનામ તથા આહારકશ્વિક આ ત્રણ પ્રકૃતિઓની જે ઉત્કૃષ્ટ તથા જઘન્ય સ્થિતિબંધ કહેલ છે તે બન્નેનો અબાધાકાળ એક અંતરમુહૂર્તનો હોય છે. ૪૨. મનુષ્પાયુષ્ય તથા તિર્યંચાયુનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય ? ઉત્તર ત્રણ પલ્યોપમનો હોય છે. ઇગ વિગલ પુવ્યકોડિ પાિ સખસ આઉ ચઉ અમણા | - - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005276
Book TitleKarmgranth 05 by 03 Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Prakashan Trust
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy