________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર્યાવર્તન લકે ચારે જાતના અને ત્યાગી માર્ગના ખરેખર કમલેગી નહીં બને તો અન્ય દેશીય પ્રજાઓની સ્પર્ધામાં કચરાઈ જવાના અને તેથી તેઓ સર્વ શક્તિયોથી રહિત થઈ ગુલામ જેવા ગણવાના. ગુલામ જેવી નિર્માલ્ય પ્રજા તરીકે જીવન ગાળવું તેના કરતાં મૃત્યુ પામવું તે હજાર દરજજે ઉત્તમ છે. સર્વ પ્રકારનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં કર્મગીઓની જરૂર છે. દરેક જાતના કર્મયોગીઓ પ્રકટયા વિના સ્વતંત્ર વિચારે અને સ્વતંત્ર આચારની શક્તિ પ્રકટતી નથી. અન્યશક્તિમતી પ્રજાઓના હાથે જેઓ કયરાય છે તેઓ અજુનની પેઠે કર્મયોગી ગણવાને લાયક બની શક્તા નથી. બ્રિટીશ સરકારને મુખ્ય સિદ્ધાંત એ છે કે સર્વ બાબતમાં દેશના લેકે સ્વાતંત્ર્યપ્રિય બની શકે અને ખરેખર કર્મયોગીઓ બની શકે. બ્રિટીશ સરકારના પ્રતાપે કર્મયોગીનું જ્ઞાન હવે આર્યાવર્તન મનુષ્યોને થવા લાગ્યું છે અને આશા છે કે તેથી ભવિષ્યમાં કર્મયોગીઓ પ્રકટશે. આર્યાવર્તની પેઠે સર્વ દેશમાં સત્ય કર્મયોગીઓ પ્રગટે એવા ઉપાયે લેવાની જરૂર છે. યુરોપમાં ધાર્મિક ત્યાગી કર્મયોગીઓ જો વિશેષ પ્રમાણમાં પ્રકટયા હતા તે યુરોપી મહાયુદ્ધની શાંતિ થાત. વ્યાવહારિક કામગીઓની સાથે ધામિક કર્મયોગીઓની ધણી જરૂર છે. યુરોપ વ્યાવહારિક કર્મયોગીઓ વડે શોભે છે પણ ધામિક કર્મયોગીઓથી તે હીન છે. આર્યાવર્ત હાલ ધાર્મિક કર્મવેગીઓ અને વ્યાવહારિક કમગીઓની ન્યૂનતાવાળો છે પરંતુ તેમાં ધાર્મિક કર્મચારીઓનું કંઈ વિશેષતઃ અસ્તિત્વ છે એમ અવબોધાય છે. એક બીજાના દેશને ગળી જનારા અજગર સમાન જે કર્મયોગીઓ છે તે રાક્ષસ કર્મયોગીઓ જાણવા. અત: કમગ પ્રન્થમાં કમગીઓના ગુણે ખાસ જણવ્યા છે કે જેથી રજોગુણી અને તમે ગુણ કર્મયોગીઓ કરતાં સાત્વિક ગુણ કર્મયોગીઓ પ્રકટાવવા માટે વિશેષ કાળજી રાખી શકાય અને તેવા પ્રયત્નો કરી શકાય. યુરોપ વગેરે દેશમાં રજોગુણી કર્મવીરે બનાવવાનો ખ્યાલ વધત જાય છે અને તે જર્મન કર્મવીરની વૃતિથી સિદ્ધ થાય છે તેથી સાત્વિક ગુણ કર્મયોગોએ સર્વ દેશોમાં સર્વ ખંડમાં પ્રકટે એવા હેતુથી કર્મયોગ લખી તેમાં સાત્વિક કામગીઓનાં લક્ષણો દર્શાવ્યાં છે તેથી બ્રિટીશ સરકારના સામ્રાજયના હેતુઓ ને વિશેષતઃ પુષ્ટિ મળી શકે તેમ છે. અખિલ વિશ્વમાં સર્વ પ્રકારના સત્ય કમગીઓ પ્રકટી શકે એવી કેળવણીની યોજનાઓ ઘડવી જોઈએ અને ચારે ખંડ એક કબવત્ જોડાઇને પારસ્પરિક સહાયથો આત્મોન્નતિ સાધી શકે એવા ઉપાયો લેવા જોઈએ. સર્વવિશ્વના મનુ વડે એક બીજાની સહાયથી સર્વ દશે આબાદીમાં રહે અને સર્વ પ્રકારની ઉન્નતિ કરે એમ નિશ્ચય કરવો જોઈએ—એવા હેતુપુરસ્સર વિશાલ દષ્ટિથી કર્મવેગ લખાયે છે એમ વાચકોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ, જૈન સાધુ કમળ ગ્રન્થ લખે તેમાં જૈનોની પ્રગતિ સાથે સર્વ વિશ્વની પ્રગતિના વિચારે ન હેય એમ કદિ કોઈએ ન ધારવું જોઈએ. ગમે તે ધર્મને સાધુ હોય પરંતુ કર્મયોગનું લક્ષય બિંદુ વ્યાપક છે અને તેથી તે દૃષ્ટિ એ કર્મ યોગ વ્યાપક વિષયવાળે બની શકે છે; સર્વ વિશ્વ વ્યાપક દૃષ્ટિથી કર્મયોગનું લખાણ કર્યું છે; સ્વાધિકાર સર્વદેશીય મનુષ્યોને સર્વ પ્રકારના કર્મોની આવશ્યકતા છે. શરીર જીવનયાત્રા કર્તવ્ય કર્મો કરનાર પ્રત્યેક મનુષ્ય છે. સર્વ વિશ્વ મનુષ્યોને કર્મયોગીઓની જરૂર છે. ધારે તે પ્રત્યેક મનુષ્ય કર્મયોગી બની શકે તેમ છે. આર્યાવર્તામાં તેમજ સમગ્ર વિશ્વમાં કર્મયોગીઓ પ્રકટે અને ધર્મનાં તથા સ્વાર્થનાં-મેહ વિના ઉપકારક કાયો કરે એમ ઈચછવામાં આવે છે.
દુનિયામાં અપાધિકાંશે વિશ્વવતિ સર્વ ધર્મોમાં પ્રતિધર્મની ઉપયોગિતા વર્ણવી છે. લોકમાન્ય
- તિલકના કર્મયોગ ગ્રન્થની પ્રસ્તાવનાથી જણાય છે કે: “ ફક્ત હિન્દુ ધર્મની દુનિયાના સર્વ ધર્મો- ભગવગીતામાં પ્રવૃત્તિ ધર્મની મહત્તા જણાવી છે,” જૈન ધર્મ અને પ્રીતિ
For Private And Personal Use Only