Book Title: Karm Pariksha yane Daivi Chakrano Chamatkar
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકના બે બોલ. આજથી બસો વર્ષ પર જ્યારે જૈન સાહિત્યના વિકાસ અર્થે મેટી ઝુંબેશ ઉપાડવામાં આવી હતી, જ્યારે જૈન સાહિત્ય કંઠસ્થ રહેલા અને અઘરી ભાષામાં રહેલા પુસ્તકોના સરળ ભાષામાં પુનરૂધ્ધાર કરવા જૈનોના સમર્થ વિદ્વાન બહાર પડયા હતા ત્યારે એટલે વિકમાર્ક સંવત ૧૮૬૭ માં જેનોના ઈતિહાસ પ્રસિદ્ધ પાટનગર પાટણ શહેરમાં પદ્યરૂપે “શ્રી પાપબુધિ રાજા અને ધર્મબુધિ મંત્રીના રાસ” ના નામથી શ્રીમાન પંડીત ઉદયરત્નજી મહારાજે સુમારે ચારસો ગાથામાં એક પુસ્તક રચેલ છે. તેના ઉપરથી આ પુસ્તકની વસ્તુ સંક૯પના લેવામાં આવી છે. શ્રી ઉદયરત્નજીને સમય તત્વજ્ઞ શ્રી આનંદઘનજી પ્રખ્યાત શ્રી ચંદરાજાના શાસકાર શ્રી મેહનવિજ્યજી, આચાર્ય શ્રી યશોવિજ્યજી, ઉપાધ્યાય શ્રી માનવિજ્યજી અને કલ્પસૂત્ર ઉપર સુબાધિકા નામક ટીકાના રચનાર શ્રી વિનયવિજયજી આદિના સમકાલીન થયાનું અનુમનાય છે. એમના વખતમાં જૈન સાહિત્યને જે ગતિ મળી છે તેના ફળરૂપ પાટણ અને અન્ય ભંડાર પ્રત્યક્ષ છે. પુસ્તકની વસ્તુ રચના, આદર્શ અને ભાવ જેમના તેમ રાખવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. એમાં મુખ્યત્વે “જેવી સેબત તેવી અસર” અથવા પુન્ય પાપથી ઉદભવતા શુભાશુભ કર્મફલ બતાવામાં આવ્યા છે. તેને સવિસ્તાર આધુનિક પદ્ધતિએ સુંદર અને સરળ બનાવવામાં આવ્યું છે એટલુ જ નહિ પણ પ્રસંગોપાત લેકે આપી અધિક રસીક બનાવવામાં આવ્યો છે. આશા છે કે વાંચનારને રૂચિકર થશે વિશેષમાં ભાષાશુદ્ધિ અને શબ્દોષ પર પુરતું ધ્યાન આપ્યા છતાં, નજર દોષના કારણે કંઈ ભુલ રહી ગઈ હોય તે ક્ષમ્ય કરી, સુધારી વાંચવા વિનંતિ છે. “pપુ વિદુના પ્રકાશક, ૧ સદરહુ પુસ્તક અમારા તરફથી પ્રસિદ્ધ થયું હતું. હાલ તે નહીં મળતું હોવાથી આ નોવેલ રૂપે બહાર પાડવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 330