Book Title: Kaladham Delwada Author(s): Shrutnidhi Publisher: Shrutnidhi Ahmedabad View full book textPage 6
________________ કલાધામ દેલવાડા દેલવાડાનાં દેરાં (૧) ભૌગોલિક, ઐતિહાસિક અને સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિ દેવાત્મા અર્બુદાચલ પશ્ચિમ ભારતની બે મહાન, સમીપવર્તી, અને સગોત્રી ઉપસભ્યતાઓરાજસ્થાન અને ગુજરાતના મહામિલનનો મૂક સાક્ષી માત્ર નથી : મરુ, મેદપાટ, અને સપાદલક્ષ, આનર્ત, સૌરાષ્ટ્ર, અને કચ્છના સંસ્કારપ્રવાહોના સંગમસ્થાનનો એ કેવળ સેતુ કે સીમાસ્તંભ પણ નથી : વર્ણાશા અને સરસ્વતીના નિર્મલ વારિ સમી સુભગા, ભદ્રા, ઐશ્વર્યમયી મરુગૂર્જર સંસ્કૃતિનું ગરવો અર્બુદગિરિ પોતે જ પ્રભવસ્થાન અને પયદાતા પણ છે. મરુગૂર્જરીના એ અડીખમ સંત્રીના મૂર્ત સંસ્કારપ્રદાન રૂપે એના અંકમાં મણિમેખલા શી માતબર, એક અલંકારશીલ વાસ્તુપ્રથા મધ્યયુગમાં પાંગરી હતી. એ રત્નમેખલાના અવશિષ્ટ રહેલાં તેજસ્વી બહુમૂલ્ય મોતીઓ તો છે દેલવાડાનાં જગનામી જિનમંદિરો. પુરાણોક્તિમાં હિમાચલના પુત્ર—એક શૃંગ નંદિવર્ધનરૂપે મનાતા પણ ભૂસ્તરશાસ્ત્ર અનુસાર તો હિમાલયથીયે અબજો વર્ષ પુરાણા અર્બુદાદ્રિએ એક સમયે એ નગાધિરાજ જેટલી જ ઉત્તુંગતા ધારણ કરેલી. એની સૃજનજૂની આવરદાના ઇતિવૃત્ત એના અડાબીડ ખડકશગમાં અંકિત થયેલાં છે. રોમે રોમે વનસ્પતિનો ફાલ પ્રગટાવનાર, વનદેવી અને વસંતના વરદત્ત એ સલિલસંપન્ન પર્વતરાજનો મહિમા આઠમા શતકના ઉત્તરાર્ધમાં થયેલા કાશ્મીરી કવિ દામોદરગુપ્ત અને ગાંધી-અરવિંદ યુગના ગુજરાતી કવિ પૂજાલાલે ગાયો છે. એનાં તીર્થધામોનાં માહાત્મ્યો પ્રગટ કરવા સ્કંદપુરાણમાં એક સ્વતંત્ર વિભાગ——અર્બુદખંડ—ની રચના થયેલી છે. તો ઈ. સ ૧૨૩૨ના અરસામાં પાલ્હણપુત્રે અપભ્રંશમાં આબુરાસની રચના કરી છે. અને ૧૪મા શતકના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 130