Book Title: Kaladham Delwada
Author(s): Shrutnidhi
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 22
________________ દેલવાડાનાં દેરાં અત્યન્ત ઓજસ્વીરૂપ જોવા મળે છે. અહીં પાછલી હરોળમાં ડાબી બાજુના દેવકુલિકા ખત્તક ઉપર એક મંદારક જાતિની છત છે; અને જમણી તરફના ખત્તક ઉપર નાભિછંદ પ્રકારની છત આવી રહી છે. જ્યારે વચ્ચે, ગૂઢમંડપની દ્વારશાખા ઉપરની, ઉક્ષિપ્ત-નાભિ-મંદારક જાતિની છત એ જ સ્થાન પર કુંભારિયાના મહાવીર જિનાલયની ચોકીમાં પણ દેખા દે છે. અહીં વિશેષમાં પદ્મકેસરો લગાવ્યાં છે અને વચ્ચે લમ્બન મૂકયું છે; ને વધુમાં છત પ્રમાણમાં મોટી છે. તેના પડખાનાં ભારોટોની ગોખલીઓમાં દેવીમૂર્તિઓ કોરેલી છે. આ વસતિકાની સરસ છતોમાં આની સહેજે ગણના થઈ શકે તેમ છે. જેમ બહિરંગમાં તેમ અંતરંગમાં ગૂઢમંડપ તેમ જ ગર્ભગૃહમાં કોઈ ખાસ જોવા લાયક વસ્તુ નથી. ભૂલનાયકની પ્રતિમા ૧૪મા શતકની છે. ગૂઢમંડપને ઉત્તર-દક્ષિણ કોરિણીવાળા સ્તબ્બોયુકત ચોકીઆળા છે, જે મન્ત્રી પૃથ્વીપાલના સમયના જણાય છે. હવે ફરવાની રહી ભમતી. એની પ્રદક્ષિણા બે વાર કરીએ તો ઠીક થઈ પડશે. વિમલવસહીને પ્રવેશની ડાબી બાજુથી શરૂ કરીએ તો દેવકુલિકાઓની દ્વારશાખાઓ તેમ જ અંદર પ્રતિષ્ઠિત કરેલ પ્રતિમાઓને દર્શન-અવલોકન કરતાં કરતાં આગળ વધવું અનુકૂળ પડશે. આ ભમતીની બેવડી ચોકીઓના પાસાદાર સ્તબ્બો પ્રમાણમાં ઓછા કોરેલ પણ ઘાટીલા છે. ભ્રમન્તિકા કિંવા પટ્ટશાલાના પૂર્વ-પશ્ચિમ લાંબા હિસ્સામાં તો એની સીધી હારમાળાઓ ખૂબ જ અસરકારક દશ્ય રચી રહે છે (ચિત્ર ર૬). દેવકુલિકાઓમાં કેટલીકની દ્વારશાખાઓ ઘણી સરસ, રૂપસ્તભ સહિત યોજેલી છે. આ દેવકુલિકાઓના ઉપલક્ષમાં રસપ્રદ કહી શકાય એવી કેટલીક હકીકતોની અહીં નોંધ લઈશું. દેવકુલિકા ક્રમાંક ૧૦ મંત્રી પૃથ્વીપાલના પિત્રાઈ બંધુઓ હેમરથ અને દશરથે ઈ. સ. ૧૧૪૫માં કરાવેલી છે એમ એના પર લગાવેલ પ્રશસ્તિ-લેખ પરથી જાણી શકાય છે. તેમાં એમણે કરાવેલી પ્રતિમાઓમાં એક ફલક પર પોતાની તેમ જ નિન્નકથી માંડી પિતા મહિંદુક પર્વતની છ પૂર્વજ પુરૂષોની પ્રતિમાઓ કંડારેલી છે. દેવકુલિકા ૧૬માં ગણધર પુંડરીકની પ્રતિમા છે. તો દેવકુલિકા ૧૭માં એક સુંદર સમવસરણની રચના કરેલી છે. ત્યાર પછી આવતી ભંડારની ત્રણ ઓરડીઓમાં કેટલીયે પ્રતિમાઓ, પરિકરો ઈત્યાદિ સાચવેલાં છે. અહીં ભમતીના સ્તબ્બો અને વિતાનો હાલમાં નવીન બનાવ્યાં છે.) તે પછી દેવકુલિકા ૨૧માં દેવી અંબિકાની ત્રણ પ્રતિમાઓમાંની બે તો મંત્રીશ્વર વિમલના જ સમયની જણાય છે; જ્યારે બીજી મોટી પ્રતિમા ઈ. સ. ૧૩૩૮માં પોતાને વિમલમંત્રીના વંશજ હોવાનું કહેનાર મંડણે કરાવેલી છે. દેવકુલિકાઓ ક્રમાંક ૨૩ થી ૩૦માં પૃથ્વીપાલના પુત્ર ધનપાલ અને જગદેવ તેમ જ તેમની પત્નીઓએ ઈ. સ. ૧૧૮૯માં પ્રતિષ્ઠિત કરાવેલી પ્રતિમાઓના લેખો છે. દેવકુલિકા ૪૪માં ઈ. સ. ૧૧૮ભાં અધિવાસિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130